Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 372
________________ પંથકાર-ચરિતાવલિ-વિમાન ગ્રંથકારે તેમણે પ્રાથમિક ઉપરાંત માધ્યમિક કેળવણું માત્ર અંગ્રેજી બે ધારણ સુધી લીધી છે, પરંતુ શાળાની બહાર તેમણે પિતાને અભ્યાસ વાચનઠારા સારી પેઠે વધાર્યો છે. આર્થિક કારણે અને અસહકારની ચળવળ લીધે તેમણે અગીઆર વર્ષની વયે જ શાળાને અભ્યાસ છોડી દીધો હતો. એ પછી તેમણે જુદી જુદી વેપારી પેઢીઓમાં નોકરી કરી અને વેપાર પણ કરીને દુનિયાદારીનો અનુભવ સારી પેઠે કરી લીધો. ૧૯૩૦ થી ૧૯૩૪ સુધી સત્યાગ્રહમાં જોડાઈને ત્રણ વાર તે જેલ જાત્રાઓ કરી. એ અરસામાં યુવકસંઘે અને વ્યાયામપ્રવૃત્તિમાં પણ તેમણે ભાગ લીધેલો. તેમના લેખનને પ્રારંભ જેલનિવાસ દરમ્યાન જ થએલ. ' “ભારતી સાહિત્યસંઘ'ની સ્થાપના કરીને તેમણે ઉચ્ચ કેટિના સાહિત્યનું પ્રકાશન શરુ કરેલું. તે સાથે “મિ ” “નવરચના' નામનાં માસિક પત્રો તે ચલાવતા. એ સંસ્થાથી છૂટા પડીને તેમણે “જીવન સાહિત્યમંદિર” નામની સાહિત્યસંસ્થા મુંબઈમાં સ્થાપી છે અને તેની તરફથી પ્રતિમા' નામનું માસિક પત્ર શરુ કર્યું છે. તે ઉપરાંત “પ્રવાસી સાપ્તાહિકના તે તંત્રી છે. જનસ્વભાવને અભ્યાસ એમને પ્રિય વિષય છે, અને ગાંધીજીના જીવન તેમજ તેમનાં લખાણની તેમના ઉપર વિશિષ્ટ અસર છે. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમાં રાષ્ટ્રીયત્વ તથા જીવનસરણું સંબંધે છપાયેલી છાપ ગાંધીયુગની પ્રેરણારૂપ જણાય છે. તેમનું પ્રથમ પુસ્તક ૧૯૩૫ માં અંતરની વાત” એ નામથી પ્રસિદ્ધ થએલું. ત્યારપછીનાં તેમનાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે: સંજીવની' (૧૯૩૬), “પ્રાયશ્ચિત્ત ભાગ ૧-૨' (૧૯૩૬-૩૭), “અંતરની વ્યથા' (૧૯૩૭), “ઝાંઝવાનાં જળ' (૧૯૩૭), “લગ્ન-એક સમસ્યા' (૧૯૭૮), “અખંડ જ્યોત' (૧૯૩૮), “મંગલ મૂતિ' (૧૯૭૮), “જાગતા રહેજો ભાગ ૧-ર' (૧૯૩૯-૪૦), “ત્રણ પગલાં' (૧૯૪૧), જાતીય રોગે' (૧૯૪૧), ફૂટેલાં સુવર્ણપાત્રો' (૧૯૪૨), “વિદાય' (૧૯૪૪)." યુસુફ અબદુલગની માંડવિયા - એમને જન્મ કાઠિયાવાડમાં એમને વતન મેરબી તાબે ટંકારા નામના ગામમાં મેમણ (મુસ્લિમ) કામમાં ઈ. સ. ૧૯૧૦ માં થયો. એમના પિતાનું નામ અબદુલગની આદમભાઈ માંડવિયા અને માતાનું નામ આયશા

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388