Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 371
________________ - પંથ અને ગ્રંથકાર પુ. ૯ ઘણુમાં પ્રસંગવૈવિધ્ય યોજીને રસ ઉપજાવ્યો છે; ઘણાંની વસ્તુસંકલના સુધારી આપી છે. “સુર્યકુમારી” અને “છત્રસાલ’ તેનાં ઉદાહરણ છે. સગત સાક્ષરવર્ય ગવર્ધનરામભાઈ અને રમણભાઈ જેવાઓએ એમનાં નાટક જોઈને ઊંચા અભિપ્રાય આપેલા. સ્વ. રણજીતરામે એમનાં નાટકોમાંથી કેટલાક ભાગ પ્રસિદ્ધ કરવાની માગણી કરેલી, પણ દૈવયોગે રણજીતરામ અકાળ અવસાન પામ્યા. એમનું એકમાત્ર પ્રકાશિત પુસ્તક દેવકન્યા’ ઈ. સ. ૧૯૦૯ માં બહાર પડયું છે. બાકીનાં એમનાં રચેલાં નાટકે વિવિધ કંપનીઓએ ભજવેલાં, તેની યાદી નીચે મુજબ છેઃ (૧) રાજબીજ, (૨) કુન્દલાળા, (૩) જયરાજ, (૪) મૂળરાજ સોલંકી, (૫) બેરીસ્ટર, (૬) અજકુમારી, (૭) વીરમંડળ, (૮) વિક્રમચરિત્ર, (૯) સૌભાગ્યસુંદરી, (૧૦) જુગલ જુગારી, (૧૧) નંદબત્રીસી, (૧૨) શકુંતલા, (૧૩) કામલત, (૧૪) શ્રી કૃષ્ણચરિત્ર, (૧૫) દેવકન્યા, (૧૬) ચૈતન્યકુમાર, (૧૭) વસંતપ્રભા, (૧૮) પ્રતાપ લક્ષ્મી, (૧૯) સંગતનાં ફળ, (૨૦) ભાગ્યોદય, (૨૧) એક જ ભૂલ, (૨૨) કોકિલા, (૨૩) પારસ-સિકંદર, (૨૪) ધર્મવીર, (૨૫) કલ્યાણરાય, (૨૬) રત્નાવલિ, (૨૭) વિક્રમ અને શનિ, (૨૮) ઊર્વશી-પુરુરવા અથવા કનકમંજરી, (૨૯) સુદર્શન. આમાંનાં ૨૩, ૨૪, ૨૫, ૨૮ અને ૨૯ નંબરનાં નાટકે સંયોગવશાત્ ભજવાયાં નથી. આ ઉપરાંત તેમણે બીજા કેટલાંક નાટકે લખ્યાં છે અને લખવા ભાંડેલાં છતાં અધૂરાં રહ્યાં છે. તેમાંનાં થોડાંનાં નામ–ભેજપ્રતાપ, ચીન–જાપાન, સુધરેલી, શ્વેતવસના, ભોજરત્ન કાલિદાસ, ચિત્તોડની રાણી પવિની, ગેરી ગુલામડી, ગનેરની રાણી, મધુ-માધવી, ઓખાહરણ, ચપલાની ચાતુરી, ઈત્યાદિ. મેહનલાલ તુલસીદાસ મહેતા (સંપાન) શ્રી. મેહનલાલ મહેતાને જન્મ તા. ૧૪-૧-૧૯૧૧ ને રોજ મેરબી તાબે ચકમપુર નામના ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન મેરખી છે. તેમના પિતાનું નામ તુલસીદાસ અવિચલ મહેતા અને માતાનું નામ શિવાર ડુંગરશી. ન્યાતે તે દશાશ્રીમાળી વણિક છે. સને ૧૯૩૯માં તેમનું લગ્ન અમદાવાદમાં શ્રી અમૃતલાલ શેઠનાં પુત્રી લાભુબહેન સાથે થયું છે. શ્રી. લાભુબહેન મહેતા એક સારાં લેખિકા છે.

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388