Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ર
ગ્રંથ અને ગ્રંથકાર છુ. હું
મૂળશંકર હરિનંદ મૂળાણી
ગુજરાતની સર્વસામાન્ય જનતાને રસ અને સંસ્કાર આપનારાં ૪૦થી ૫૦ની વિપુલ સંખ્યામાં અને ઊંચા સાહિત્યગુણ ધરાવતાં લેાકપ્રિય દૃશ્ય નાટકા આપનાર અને ગુજરાતની રંગભૂમિનું સાચું સંસ્કરણ કરનાર આ નિરાડમ્બરી અને અખેલ નાટકકાર સાહિત્યજગતમાં બહુ જાણીતા નથી, એનું મુખ્ય કારણ એ છે કે એમાંના એક ‘દેવકન્યા’ સિવાય એક પણ નાટક છૂપાએલું નથી. કાઠિયાવાડમાં ચાવંડ મુકામે પ્રશ્નોરા નાગર (અહિચ્છત્ર) જ્ઞાતિમાં વિ. સં. ૧૯૨૪ ના કાર્તિક સુદ પાંચમને દિવસે મૂળ અમરેલીના વતની હરિનંદ દયારામ મૂળાણીને ત્યાં એમને જન્મ થયા. એમનાં માતાનું માનકુંવર નથ્થુ મહેતા.
અમરેલીમાં જ અંગ્રેજી ચેાથા ધારણ સુધી અભ્યાસ કર્યાં ખાદ એમણે આપમેળે વાચન વગેરેથી જ શેક્સ્ફીઅર, શેરીડન તેમજ ખીજા એવા સમર્થ અંગ્રેજ લેખક્રાનાં નાટકા તથા નવàા સરળતાથી વાંચી સમજી શકાય તેટલું જ્ઞાન મેળવ્યું અને સાહિત્યના પાતાના શેખ પાધ્યે. સંસ્કૃતમાં પણ કાલિદાસ આદિનાં નાટા સમજીને વાંચી શકાય તેટલું જ્ઞાન એ જ રીતે મેળવ્યું. સાહિત્ય ઉપરાંત પ્રાચીન તેમજ આધુનિક સૂિરી તથા ધર્મનું સાહિત્ય, યેગાભ્યાસ અને આધુનિક વિજ્ઞાન એ એમના અભ્યાસના પ્રિય વિષયેા. એમના જીવન પર પણ એ સમર્થ નાટકકારાના વિચારાની, પાતંજલ યાગદર્શન જેવાં પુસ્તાની તેમજ નથુરામ શર્મા અને અની મેસંટ જેવાં ધર્મમીમાંસકૅાનાં લખાણાની પ્રબળ અસર પડી છે.
જીવનભર એમણે નાટકૅા લખવાને જ વ્યવસાય કર્યો છે અને ગુજરાતની જાણીતી નાટક કંપનીઓને સંખ્યાબંધ લેાકપ્રિય નાટકા આપ્યાં છે, જેવાં !– ‘મુંબઈ ગુજરાતી નાટક કંપની'માં રાજબીજ, કુન્દમાળા, જયરાજ, બૅરિસ્ટર, અશંખકુમારી, વીરમંડળ, વિક્રમચરિત્ર, સૌભાગ્યસુંદરી, જુગલ જુગારી, કામલતા, પ્રતાપ લક્ષ્મી, વસંતપ્રભા વગેરે; ‘કાઠિયાવાડી નાટક મંડળી'માં કૃષ્ણચરિત્ર અને દેવકન્યા, ‘રાયલ નાટક મંડળી’માં ભાગ્યેાદય અને એક જ ભૂલ, તેમજ ‘મુંબઈ સમાધ ગુજરાતી નાટક મંડળી' માં રત્નાવલિ, વિક્રમ અને શિન વગેરે.
કાઠિયાવાડમાં કુંડલા (સાવર) મુકામે સં. ૧૯૩૭ માં શ્રીમતી કૃષ્ણાબા જોડે એમનું લગ્ન થયું. એમનાં ત્રણ બાળકામાં સૌથી મોટાં દીકરી ધીરજ. વચલા પુત્ર હરિલાલ મૂળાણી કાનપુરના ટેકનિકલ