Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકા૨ ૫, ૯ ઉપર પડી છે. તત્ત્વજ્ઞાન, શિક્ષણ, ઇતિહાસ અને કાવ્યસાહિત્ય એમના અભ્યાસના વિષયે છે – -
ઈ. સ. ૧૯૩૧માં જામનગરમાં શ્રી નિર્મળાલક્ષ્મી લક્ષ્મીશંકર વૈદ્ય જોડે - એમનું લગ્ન થયું. એમને બે પુત્રીઓ તથા એક પુત્ર છે.
એમની કૃતિઓઃ
અર્ચન” (કાવ્યસંગ્રહ-શ્રી પ્રબોધ સાથે સહપ્રકાશન) ૧૯૭૮ • “સંસ્કૃતિ” (કાવ્યસંગ્રહ) ૧૯૪૧
મુરલીધર રામશંકર ઠાકુર તેઓ મૂળ ઇડર સ્ટેટના સુર ગામના ઔદીચ્ય બ્રાહ્મણ. એમને જન્મ એ જ સ્ટેટના કુકડિયા ગામે, એમના સાળમાં સં.૧૯૬૬ના મહા સુદ ૧૪ ના રોજ થયો. એમના પિતાનું નામ રામશંકર હરિદત્ત ઠાકુર અને માતાનું નામ ગંગાબાઈ.
બે વર્ષની વયે માતાનું સુખ ગુમાવ્યું અને થોડો વખત મોસાળમાં જ ગામઠી નિશાળે પ્રાથમિક અભ્યાસ કરી મુંબઈમાં પિતા પાસે આવ્યા, ને ત્યાં આગળ અભ્યાસ ચલાવી મૅટ્રિક થયા. ઉચ્ચ શિક્ષણ માટે પિતાની અશક્તિ હોવાથી આપબળે જ કોલેજનું શિક્ષણ લેવાનો નિર્ધાર કર્યો અને તંગી તથા હાડમારીઓ વેઠીવેઠી તે પાર ઉતાર્યું.
મૅટ્રિકમાં શ્રી બાદરાયણ એમના ગુજરાતીના શિક્ષક હતા. તેમણે એમના સાહિત્ય પ્રતિના અનુરાગને પગે છે અને કોલેજમાં જતાં સ્વ. નરસિંહરાવ દિવેટિયાના પરિચયમાં એમને મૂક્યા, જેમનાં મમતા, શિક્ષણ અને વિદ્વત્તા ત્રણેએ પિતાના જીવનને ઘડયું અને પડ્યું હોવાને કણસ્વીકાર તેઓ કરે છે. બી. એ.માં તત્ત્વજ્ઞાન ને તર્ક લીધેલાં તે સ્વ. નરસિંહરાવની ઇચ્છાને વશ થઈ બદલી ગુજરાતી અને સંસ્કૃત લઈ તે એમ. એ. થયા. આજે મુંબઈ સિડનહામ કોલેજમાં તે ગુજરાતીના અધ્યાપક છે.
ઈ. સ. ૧૯૩૯માં ખાર (મુંબઈ)માં શ્રી સરલાબહેન જોડે એમનું લગ્ન થયું. એમનાં પુસ્તકેઃ “સફર અને બીજાં કાવ્ય” (“સફરનું સખ્ય” પુસ્તકમાં સહકૃતિ ), “મેળો” (બાળગીત), “ગુજરાતીનું અધ્યયન” (પ્ર. વકીલ સાથે સહકૃતિ)..