Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 368
________________ ૧૨૯ પંથકા-ચહ્નિાવલિ-વિદ્યમાન ગ્રંથકારે મૂળજી દુર્લભજી વેદ મૂળ ટંકારા (મરબી) ના વતની ભાટિયા કુટુંબમાં એમને જન્મ રાવબહાદુર દુર્લભજી ધરમસી વેદને ત્યાં ઈ. સ. ૧૯૩૭ના શ્રાવણ સુદ ૧૧, તા. ૧૬ મી ઓગસ્ટ ૧૮૮૦માં રાજકોટમાં થયો હતો. એમનાં માતાનું નામ રળિયાતબાઈ પ્રાથમિક શિક્ષણ મેરબીમાં, માધ્યમિક પાલણપુરમાં અને ઉચ્ચ શિક્ષણ એમણે મુંબઈ તેમ જ અમદાવાદમાં લીધું. સાહિત્ય તરફનું વલણ પહેલેથી હતું, એમાંયે ધર્મ તથા ધાર્મિક સાહિત્ય તરફ વિશેષ રુચિ હતી. જીવન પર અસર પણ ગીતા અને ભાગવત જેવા ગ્રંથાએ અને રામકઠણ પરમહંસ, કેશવચન્દ્ર સેન તથા વિવેકાનંદના વાચને કરી હતી. ઉપરાંત ગવર્ધનરામ, રાનડે, બંગાળી કવિ સુરેન્દ્ર ભટ્ટાચાર્ય, શેકસપીઅર, એમર્સન અને ગાંધીજીના વિચારે એ એમનું માનસ ઘડતર કર્યું છે. એમને વ્યવસાય લેખનને અને વ્યાખ્યાને-પ્રવચને રહ્યો છે. એમનું પ્રથમ લગ્ન ગંડલમાં મેનાબાઈ સાથ સં. ૧૯૫રમાં થયું, તેના એક પુત્ર હયાત છે. બીજાં લગ્ન પણ ગોંડલમાં સં. ૧૯૬૭માં થયું તેના છ પુત્ર અને પાંચ પુત્રીઓ છે. - એમની પ્રથમ કૃતિ “સ્વરૂપવિવેક' (વેદાંત) ઈ. સ. ૧૯૦૨ માં બહાર પડી. એમની કૃતિઓની સાલવાર યાદી નીચે આપીએ છીએ. એ ઉપરાંત બીજી ૩૧ કૃતિ હજી અપ્રકટ છે. સ્વરૂપવિવેક (દાંત) ૧૯૦૨, First Fruits (કાવ્ય) ૧૯૦૩, જાગૃતિમાળા (સેવાગત) ૧૯૦૯, નિજકુંજ (કાવ્યો) ૧૯૦૯, સન્નારીઓને બે બેલ ૧૯૧૦, એનેને અક્ષરપસલી ૧૯૧૧, કુંજલીલા (કાવ્ય) ૧૯૧૨, સેવાસંગીત (ગીત) ૧૯૧૩, લીલાવિસ્તાર (કાવ્ય) ૧૯૧૬, સ્ત્રીઓને સંદેશ ૧૯૧૭, નવાં લોકગીત ૧૯૨૮, સ્ત્રીશક્તિ (નાટક) ૧૯૨૦, આત્માના અધિકાર ભોગવતું સ્ત્રીતત્વ (પલ રિચાર ઉપરથી) ૧૯૨૫, અજવિલાપ (સોરઠામાં ભાષાંતર) ૧૯૨૫, શ્રી કૃષ્ણજન્મદર્શન ૧૯૨૫, યુગલગીત (સોરઠામાં ભાષાંતર), વેણુગીત (સેરઠામાં ભાષાંતર) (બંને ભાગવતમાંથી), પાંચ ભક્તોનાં હદયકીર્તન (ગીત), સરસ્વતીચંદ્રનાં સમણાં-મહર્ષિ ગે. મા. ત્રિ. ને અક્ષર દેહ (કાવ્ય) ૧૯૩૦, અક્ષર નવનીત, ઈશપનિષદ (સેરઠામાં ભાષાંતર).

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388