Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 365
________________ થથ અને ગ્રંથકાર પુe એમનું લગ્ન પ્રથમ ઈ. સ. ૧૮૮૭માં સ્વ. હર્ષદકુંવર સાથે સુરતમાં થયું હતું. ત્યારબાદ ઈ. સ. ૧૯૭માં હાલનાં અ.સૌ. લેડી ધનવંતા સાથે સુરતમાં એમનું બીજી વાર લગ્ન થયું. એમને ચાર પુત્રો-કાતિચન્દ્ર એમ. એ. કેન્ટાબ, ચન્દ્રહાસ બી. એ. કેન્ટાબ, આશુતોષ કુમાર તથા જગદીશ કુમાર તથા સાત પુત્રીઓ—સૌ. જયશ્રી રાયજી, સૌ. હંસા મહેતા, સૌ. પન્ના દફતરી, સૌ. નિવેદિતા દેસાઈ, સાં. રામદુલારી મોદી, તથા કુમારી મીનળદેવી છે. એમના જીવનવિષયક વિશેષ માહિતી Who is Who માં તેમજ Knights and Barons માંથી મળી શકે છે. જીવનભર રાજકારણમાં તન્મય રહેવા છતાં એમને સાહિત્યપ્રેમ અખંડ રહ્યા કર્યો છે, અને એની શાખ સાહિત્ય તેમજ પુસ્તકાલય પરિષદમાં એમણે અવારનવાર આપેલાં વ્યાખ્યાને પૂરે છે. એમના રચેલા ગ્રન્થઃ હિંદ રાજસ્થાન ઇ. સ. ૧૮૯૫, પ્રમાણુશાસ્ત્ર (Evidence Law). ડે. મહાદેવપ્રસાદ ભોગીલાલ કંથારીઆ ડો. મહાદેવપ્રસાદ કંથારીઆનો જન્મ સંવત ૧૯૪રના ભાદરવા વદ ૦)) (તા. ૨૭–૯–૧૮૮૬) ના રોજ તેમના વતન નડીઆદમાં થયે હતો. તેમના પિતાનું નામ ભોગીલાલ ત્રીકમલાલ કંથારીઆ અને માતાનું નામ શીવલક્ષ્મી દોલતરાય. ન્યાતે તે સાઠેદરા નાગર છે. તેમણે પ્રાથમિક કેળવણી નડીઆદમાં અને અંગ્રેજી કેળવણી મુંબઈમાં લીધી હતી. મુંબઈના વી. જે. ટેકનિકલ ઈન્સ્ટીટયુટમાં તેમણે મિકેનિકલ અને ઇલેકટ્રિકલ એજીનીયરિંગને અભ્યાસ છ વર્ષ સુધી કરેલ. મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં પહેલા ગ્રેડની ડેઈગની પરીક્ષા પાસ કરેલી. બોમ્બે બોઈલર ઍકટ એજીનીયર્સની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરેલી. આમ એજીનીયરિંગમાં નિષ્ણુત થવા છતાં તેમનું માનસિક વલણ કે જુદી જ દિશામાં રસ ધરાવતું હતું. કલકત્તામાં હોમીઓપેથિક કોલેજમાં અભ્યાસ કરીને એમ. સી. એચ. સી.ની ડિગ્રી તેમણે મેળવી, અને અમેરિકામાં ન્યૂયર્ક ખાતે અભ્યાસ કરીને અમેરિકન સ્કૂલ ઓફ નેચરોપથીની “ડોક્ટર એફ નેચરોપથી” (N. D.) અને “ડોક્ટર ઓફ મેડિસિન' M. D.)ની ડિગ્રીએ પણ મેળવી. નૈસર્ગિક ઉપચારશાસ્ત્ર એ તેમને પ્રિય વિષય છે અને ડાક્ટર તરીકે વ્યવસાય કરતા હોવા છતાં આરોગ્ય અને નૈસર્ગિક ઉપચારે વિષે લેખનકાર્ય પણ કરતા રહે છે. ડે. એની

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388