Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 363
________________ ગ્રંથ અને ગ્રંથકાર ૫૯ આપણું આર્થિક પ્રશ્નો (વાડિયા અને રાવની પુસ્તિકા ઉપરથી ૧૯૩૨), મનિઝમ નિકાય (કોસાંબીજના મરાઠી પરથી), આર્થિક ભૂગોળ (હરબિન’ અંગ્રેજી ઉપરથી ૧૯૩૫), હિંદી સંસ્કૃતિ અને અહિંસા (કંસાંધીજીના મરાઠી પરથી ૧૯૩૭), ભારતમાં અંગ્રેજી રાજ્ય (બે ભાગ) (પં. સુંદરલાલના હિંદી પરથી ૧૯૭૯), પાસિફિક (મૌલિક) (૧૯૪૨). મંગળજી હરજીવન ઓઝા શ્રી. મંગળજી હરજીવન એઝાને જન્મ ઈ. સ. ૧૮૭૦ માં મહુવા (તાબે ભાવનગર)માં થયું હતું. તેઓ શ્રીમાળી બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ હરજીવન મેરાર ઓઝા અને માતાનું નામ ધોળીબાઈ ૧૮૮૪માં તેમનું લગ્ન સૌ. મણિબહેન વેરે થએલું. તેમને બે પુત્રો છે? ભાઈ જયંતીલાલ બી. એ, બી. ટી., એલ. એલ. બી. છે, અને બીજા ભાઈ ચંદ્રકાન્ત, જેમના રાસ અને ગીતના સંગ્રહ જાણીતા છે. તેમને ત્રણ પુત્રીઓ છેઃ તારાબહેન, મુક્તાબહેન અને મને રમાબહેન. ત્રણે પુત્રીઓ ફીમેલ ટ્રે. કોલેજમાં અભ્યાસ કરીને સીનિયર ટ્રેન્ડ થયાં છે. શ્રી. મને રમાબહેન એક સારાં લેખિકા છે, જેમનું નાનું પુસ્તક “ભાવના બહાર પડેલું છે. આમ પિતાના કેળવણુના સંસ્કાર તેમનાં બધાં સંતાને એ વારસામાં મેળવ્યા છે. તેમણે મહુવા અને ગઢડામાં પ્રાથમિક કેળવણી લીધેલી અને ૧૮૮૬ માં રાજકેટની ટ્રે. કેલેજમાં શિક્ષણ લેવાને દાખલ થયા હતા. ૧૮૮૯માં તે અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાંથી સીનિયર થયા હતા અને પહેલે નંબરે પસાર થઈ શિક્ષણ માટેને “હેપ મેડલ મેળવ્યું હતું. રાજકોટની મેલ કે. કોલેજમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય, સંસ્કૃત કાવ્ય, નાટક તથા અક્ષરગણિતના અધ્યાપક તરીકે તેમણે ૨૨ વર્ષ સુધી કામ કર્યું હતું. પછીથી ફીમેલ ટ્રે. કોલેજમાં હેડમાસ્તર અને સુપરિ. નો ઓદ્ધો ભગવ્યો હતો. રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે સોળ વર્ષ સુધી શાસ્ત્રી તરીકે અને વાંસદાના યુવરાજના શાસ્ત્રી તરીકે પણ કામ કર્યું હતું. ગુજરાતી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, ધર્મશાસ્ત્ર, વેદાંત અને અક્ષરણિત એ તેમના અભ્યાસ ને રસના વિષયો છે. કવિ દલપતરામને અને મહામહેપાધ્યાય શંકરલાલ શાસ્ત્રીને સહવાસ તેમણે સારી પેઠે સેવેલો. એમના સહવાસ ઉપરાંત પ્રેમાનંદ અને દલપતરામના ગ્રંથાએ તેમને પર પ્રબળ અસર નીપજાવેલી.

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388