Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર–ક્ષતિાવલિ - વિદેહ ગ્રંથકારી
-
3
સૌથી મેાટા સ્વ. ગૌરીશંકર એક કુશળ વૈદ્ય અને હરિકથાકાર હતા. ખીજા સ્વ. માધવજી (પ્રે।. હરિલાલ ભટ્ટના પિતા) ગુજરાતી શિક્ષક હતા, ત્રીજા હરજીવનભાઈ અને ચેાથા–સૌથી નાના મણિશંકરભાઈ. તેમને એ ખહેનેા હતી : દયાબહેન અને પ્રાણીબહેન.
તેમના કુટુંબની સ્થિતિ સાધારણ હતી. મણિશંકરભાઈની બાહ્ય વયમાં જ તેમના પિતા અવસાન પામ્યા હતા. તેમણે પ્રાથમિક કેળવણી માંગરાળમાં, મેારી તથા રાજકાટમાં અને માધ્યમિક કેળવણી ગાંડળ તથા રાજકોટમાં લીધી હતી. રાજકાટની હાઈસ્કૂલમાં તેમના સહાધ્યાયીએ સ્વ. પ્રભાશંકર પટ્ટણી અને મહાત્મા મેાહનદાસ ગાંધી હતા. ઉંચી કેળવણી તેમણે મુંબઈની એલ્ફીન્સ્ટન કૉલેજમાં લીધી હતી. લોજીક અને મૉરલ રીલેસેાશીના વિષય લઈ ઈ. સ. ૧૮૮૮ની સાલમાં તે ખી. એ. માં ખીજા વર્ગમાં પાસ થયા હતા. જ્ઞાતિમાં એ પહેલા જ ગ્રેજ્યુએટ હેાવાથી તેમને માનપત્ર આપવામાં આવ્યું હતું. કૉલેજના પ્રિન્સીપાલ વશ્ર્વર્થે તથા ફ્રીલેાસેાફ્રીના પ્રેાફેસર મૅકમિલન એ બેઉના મણિશંકરભાઈ ઉપર પક્ષ
પાત હતા.
મણિશંકરભાઈનું પ્રથમ લગ્ન તેમની ચૌદ-પંદર વર્ષની વયે કુંડલાના વૈદ્ય જટાશંકરની પુત્રી નર્મદાકુંવર સાથે થયું હતું. એ ખાઈ અત્યંત સુશીલ અને સ્વરૂપવાન હતાં. સં. ૧૯૪૭ માં ભરયુવાવસ્થામાં તેમનું અવસાન થવાથી મણિશંકરભાઈના હૃદય ઉપર ખૂબ આધાત થયા હતા. તે સમયની તેમની વિહ્વળતા ખેહદ હતી. સ્વ. નર્મદાકુંવરના અવસાનથી થયેલા હૃદયાધાત તેમની કેટલીક કવિતામાં અનેક સ્વરૂપે ઊતર્યાં છે. મણિશંકરભાઈનું ખીજી વખતનું લગ્ન જામનગરમાં શંકરલાલ જેઠાભાઈનાં પુત્રી ખાઈ નર્મદા સાથે ખંભાળિયામાં થયું હતું. તેમનાથી મણિશંકરભાઈ ને પાંચ સંતાના– ત્રણ પુત્રા અને એ પુત્રી થયાં હતાં ઃ મુનિકુમાર, જયન્તકુમાર, સ્વ. સૌ. હૃદયલક્ષ્મી, સ્વ. અજીતકુમાર અને સૌ. ડાલકલી. સૌ. નર્મદા પણુ સંવત ૧૯૭૪ માં મૃત્યુ પામ્યાં હતાં.
મણિશંકરભાઈ ખી. એ. માં પાસ થયા પછી તુરત ૧૮૮૯ માં સુરતની સરકારી હાઈસ્કૂલમાં આસિસ્ટંટ તરીકે નીમાયા હતા. ખીજે વર્ષે ૧૮૯૦ માં તે વડાદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક તથા ટ્રેનિંગ કૉલેજના હેડમાસ્તર નીમાયા હતા. રાજકુમાર જયસિંહરાવના શિક્ષક તરીકે પણ તે કામ કરતા. વડાદરા રાજ્યની નાકરી આઠ વર્ષ કર્યો પછી