Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
-ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ડેપ્યુટી કારભારી અને મુખ્ય કારભારી તરીકે કામ કરવું પડતું હતું. રજવાડી ખટપટને લીધે તેમને લાઠી છેાડી હડાળામાં વસવું પડયું હતું છતાં કલાપી અને સંચિતના સંબંધ એકસરખા ગાઢ રહ્યો હતો. કલાપીએ જ હડાળે જઈ તે સંચિત્ પાસે હડાળાનું વ્રજસુરેશ્વરનું શિવાલય સ્થાપન કરાવ્યું હતું.
કલાપીના અવસાન પછી સંચિતે કલાપીના સાહિત્યને પ્રકાશિત કરવાના પ્રારંભ કર્યાં હતા. તેમણે પહેલાં · કલાપીના સંવાદો ' પ્રસિદ્ધ કર્યાં. પછી ‘ કેકારવ 'ના સંપાદનમાં કાન્તને સારી પેઠે મદદ કરી. ‘ કલાપીનું સાક્ષરજીવન ’ લખીને તેમણે પ્રસિદ્ધ કર્યું. ‘ કલાપી ગ્રંથાવલિ' ની એક વિસ્તૃત યાજના તેમણે ધડી હતી, અને તે માટે મુંબઈમાં કાર્યોલય પણ ખેલ્યું હતું, પણ તે યેાજના ઘેાડાં પ્રકાશના ખાદ અધૂરી રહી. કલાપીના જીવનસંબંધી તેમનું છેલ્લું લખાણ • કલાપીની પત્રધારા 'ના ઉપેદ્લાત હતા.
હડાળાના નિવાસ દરમિયાન તે ખેતી, અભ્યાસ અને થિએસેઝીનાં પુસ્તક્રાના વાચન પાછળ દત્તચિત્ત રહેતા. દસેક વર્ષ તેમણે ત્યાં શાંતિમાં ગાળ્યાં. પછી દરબાર વાજસુરવાળા પારઅંદર ગયા એટલે તેમની સાથે સંચિત્ પણ ત્યાં ગયા. પેારબંદરની સીમેંટ કંપનીના અસ્તિત્વમાં તેમને અગ્રગણ્ય હિસ્સા હતા. દુષ્કાલનિવારણના કાર્યને અંગે તે મુંબઈ ગયા હતા, એવામાં પારબંદરના રાજ્યકાર્યભાર બદલાયા એટલે તેમણે કુટુંબને ભાવનગર રાખી પાતે મુંબઈમાં રહેણાક કરી, ત્યાં વેપારમાં પડયા અને વેપાર ઠીક ચાલતા હતા, પરન્તુ મે।રખીના યુવરાજ પાલીતાણા રહેતા હતા તેમની તબિયત નાદુરસ્ત હેાવાથી, તેમણે રૂપશ ંકરને પેાતાની પાસે એલાવી રાખ્યા એટલે પાછળ મુંબઈ ના વેપાર જેમને સાંપ્યા હતા તેમણે ખરાખી કરી નાખી. સંચિત્ નિન થઇ ગયા પણ તે હિંમત હાર્યો નહિ. ખેતીનાં એજારા ઉછીનાં લઇને તેને પ્રચાર કરવાનું કાર્ય તેમણે કાઠિયાવાડમાં શરુ કર્યું. ખેતીનાં સુધારેલાં એજારા વેચવાં અને ફેલાવવાં, તે સાથે ટયુબવેલ તથા મેરિંગ કરવાનું કામ તેમણે ઉપાડયુ અને તેમાં તેમને સારી સફળતા મળી, તે પૈસેટઅે સુખી થયા. સને ૧૯૨૫ માં ત્યાંના મહારાજાની અંગત મમતાના આકષઁણુથી તે મેારખી જઇને રહ્યા. તા. ૧૩-૧-૧૯૩૨ ને રાજ તે મેારમીમાં જ અવસાન પામ્યા.
સંચિત્નું લગ્ન મહુવામાં થયું હતું. તેમનાં પત્નીનું નામ હરિઈચ્છા. તેમનાથી તેમને ચાર પુત્રો અને ચાર પુત્રીએ થયાં હતાં. પુત્રા શ્રી. મન