Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 357
________________ ૧૧૮ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨ પહેલું પ્રકાશન. ૧૯૧૪ થી ૨૦ ના છ વર્ષના ગાળામાં પેાતાની અને કુટુંબીએની માંદગી અને ભરણાની પરંપરાના પડેલા વિક્ષેપ પછી ૧૯૨૦ થી એમની સાહિત્યપ્રવૃત્તિ ફરી શરુ થઈ, અને કાવ્યેા લખવા માંડયાં. ૧૯૨૧ માં એમને સાહિત્યજીવનમાં પ્રેરણા આપનાર બીજા મિત્ર શ્રી. અટુભા ઉમરવાડિયા સાથે ‘ વિનેદ ’ માસિક કાઢયું, ‘ ૧૯૨૨ ' માં તેમની સાથે ‘ચેતન ’નાં સહતંત્રી થયાં અને ત્યારપછી ‘ સુદર્શન ' સાપ્તાહિકનાં તંત્રી થયાં. ચાટદાર લેખા લખી શકે એવી કલમ એમને મળી છે, અસરકારક કાવ્યેા તે લખે છે અને ધારી અસર ઉત્પન્ન કરે એવાં એ વક્તા છે. " > એક વખત અની મેસંટના આદર્શો સેવનાર ને તે પછી ઝાંસીની રાણીનાં પૂજક આ બહેન ૧૯૧૯-૨૦ થી મહાત્માજી પ્રેરિત રાજકારણમાં પડવાં અને આજે વર્ષોથી તન, મન, ધનથી તેમાં જ રત રહ્યાં છે. સાહિત્ય, કેળવણી અને સ્રીતિનાં એમનાં કાર્યક્ષેત્ર આજે રાજકારણને પડછે પડછે જ એ સંભાળે છે. સૂરત શહેર ને જિલ્લાના રાજકારણમાં એમનું અગ્રસ્થાન છે, અને ત્યાંની શહેરસમિતિ અને જિલ્લાસમિતિ, મ્યુનિસિપલ ખેડ` અને જિલ્લા ખેડ, સાહિત્યસભા અને કેળવણી મંડળ, હિંદી પ્રચાર અને સ્ત્રીસમાજ એ બધી સંસ્થાઓમાં સક્રિય અને જીવંત સતત સેવા એ જ એમનું આજનું કાર્યક્ષેત્ર છે. ગુજરાત પ્રાંતિક સમિતિ અને અખિલ હિંદ મહાસમિતિનાં તે સભ્ય છે. એમનાં પુસ્તઢ્ઢાની યાદી નીચે મુજબ : ઇંદિરા ( વિષ્ણુ ધેાંડદેવ કર્યેની મરાઠી નવલકથાનેા અનુવાદ ) જ્યારે સૂર્યોદય થશે (ભાસ્કર વિષ્ણુ ફડકેની મરાઠી નવલના અનુવાદ) મુક્તિના રાસ (સ્વતંત્ર કાવ્યા ) (૧૯૩૮) આકાશનાં ફૂલ (૧૯૪૧ ) 29 ઝીણાભાઈ રતનજી દેસાઈ ( ‘સ્નેહરશ્મિ’ ) શ્રી. ઝીણાભાઈ ના જન્મ તા. ૧૬ મી એપ્રિલ ૧૯૦૩ ને રાજ ચીખલીમાં થએલે. તેમના પિતાનું નામ રતનજી ભાણાભાઈ ભગત. • ભગત ' અટક લેાકાએ તેમને આપેલી. ૧૯૧૭માં શ્રી. રતનજી ભગતનું અવસાન થયું હતું. શ્રી. ઝીણાભાઈનાં માતા કાશીબહેન વિદ્યમાન છે. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી પાંચ ધારણ સુધી તેમણે ચીખલીમાં લીધી હતી. છઠ્ઠા ધારણના અભ્યાસ મુંબઈમાં કર્યાં બાદ સાતમા ધારણના અભ્યાસ તેમણે ભરૂચની ન્યુ ઇંગ્લીશ સ્કૂલમાં કરેલેશ

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388