Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકા-ચરિતાવલિ-વિદ્યમાન ગ્રંથકારી
૧૧૭
ઈ. સ. ૧૯૦૨ થી ૧૯૦૭ સુધી સૂરતની થીએસેાફિકલ સેાસાયટી તરફથી ચાલતી સનાતન ધર્મ કન્યાશાળામાં ગુજરાતી છ ધારણ સુધીના અભ્યાસ કર્યાં બાદ એ જમાના પ્રમાણે એ જ વર્ષમાં ૧૦ વર્ષની ઉંમરે સૂરતમાં જ એમનું લગ્ન શ્રી. બહુસુખરામ નવનીતરામ શુક્લ સાથે થયું.
લગ્ન પછી ત્રણ વર્ષે ઈ. સ. ૧૯૧૦ માં વડાદરા જવાનું થયું. ત્યાં દેશની મુક્તિ માટે ક્રોડ ધરાવતા એમના ચિત્તને ભાવતું ક્ષેત્ર હાથ લાગ્યું. અંગભંગથી આવેલી જાગૃતિના એ કાળમાં ઠેર ઠેર ક્રાન્તિની જે પ્રવૃત્તિએ ચાલી રહી હતી તેવી પ્રવૃત્તિની વડાદરાની જાણીતી ‘ગંગનાથ ભારતીય વિદ્યાલય ' ની સંસ્થાના સંપર્કમાં તે આવ્યા અને ત્યાં ખીજા દેશનેતા સાથે કાકા સાહે” કાલેલકર, મામા ફડકે તથા સ્વામી આનંદના પરિચય થયેા. પણ તે પછી ઉદ્દામ મનેાવૃત્તિવાળાં એ ખહેન ઊંડા પાણીમાં ઊતરી ગયાં અને ધેાડેસવારી, નિશાનબાજી, ખેાંખ બનાવટ વગેરે શીખવવાની મેાટી મેટી વાત કરનારી એક ટાળામાં એ પડવાં, અને કાકાસાહેબ જેવાની સમજાવટ છતાં, ઝાંસીની રાણી જેવાં પરાક્રમા કરવાનાં સ્વપ્નાં સેવનાર એ તરુણીએ ટાળી સાથે વડાદરા છેડયું. પણ છ જ માસમાં તેમના ભ્રમ ભાંગી ગયા, અને નાણાંના ગેાઢાળા અંગે તેના નાયક્રા પકડાતાં એ વેશધારી ટાળાના અંત આવ્યેા.
૧૯૧૨ થી ૨૪ સુધીનાં ખાર વર્ષોમાં એમના માથે સાંસારિક આતાના કારમા ઘા પડયા. ૧૯૧૨ માં પિતા, ૧૯૧૩ માં માતા અને ૧૯૧૪ માં પતિ પરલેાકવાસી થયા. તે પછી એક બહેન, એ ભાઇ અને એમને સાહિત્યજીવનની પ્રેરણા આપનાર એમને પ્રિય નાના ભાઈ મનુ ત્રિવેદી પણ એક પછી એક અવસાન પામ્યાં. પંદર-સાળ વર્ષની મુગ્ધ વયથી ઉપરાઉપર પડવા માંડેલા આ આધાતા અને સાંસારિક દુઃખની ખીજી આક્તા કાઈ પણુ સામાન્ય સ્ત્રીને હતાશ કરી નાખે તેવાં હતાં. પણુ ક્રાન્તિની પ્રેરણાથી પુષ્ટ બનેલા એમના ચિત્ત ધીરજથી, શાંતિથી અને ધ્યેયનિષ્ઠાને અચલ રાખીને એ બધાં સહન કર્યા અને એ દરમ્યાન પોતાના વિકાસના માર્ગને ધાવા ન દેતાં ભાવી જીવનની સંગીન તૈયારી કરતાં રહ્યાં.
ઈ. સ. ૧૯૧૪ માં ૧૭ વર્ષની વયે વિધવા થતાં તે પિતાને ઘેર આવીને રહ્યાં. તે પહેલાં ૧૯૧૦-૧૨ માં મહારાષ્ટ્રીઓના સમાગમને લીધે એમણે મરાઠી ભાષાનું સારું જ્ઞાન મેળવી લીધું હતું, અને ૧૯૧૪ પછી આપમેળે અંગ્રેજી પુસ્તકા વાંચીને એ ભાષાના પણ ખપપૂરતા અભ્યાસ કરી લીધા. ૧૯૧૩ માં ઈંદિરા ' નામની મરાઠી નવલકથાનું ભાષાંતર એ એમનું
6