Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 340
________________ ગ્રંથકાર-ચરિતાવલિ-વિમાન ગ્રંથકાર સફરનામ–એ–બમ (૧૯૨૪), બમ બોલચાલ (૧૯૨૪), મુખ્તસર તારીખે ગુજરાત (બાળકે માટે) ૧૯૨૭, ખાતિમ-એ-ઉમરાતે અહમદી (પરિશિષ્ટ)ને ઉર્દૂ તરજૂમો ૧૯૩૩, તઝકીર-એ અકદસ ૧૯૩૩, મુખ્તસર તારીખે હિન્દ (વિદ્યાર્થીઓ માટે) ઉર્દૂમાં ૧૯૩૬, તેહફતુલ મજલિસ ૧૯૩૯, તારીખે મુઝફફરશાહીનો ઉર્દુ તરજૂમે-ઉપદ્યાત સાથે ૧૯૪ર. આ ઉપરાંત ગુજરાત તથા સિંધના ઇતિહાસના, ઉમર ખય્યામની રૂબાઈયતના તથા અમુક ધર્મવિષયક નાટક ગ્રંથો અપ્રકટ છે. અબદુલ સત્તારખાન પઠાણ (ભક્ત સત્તારશાહ) ભકા સત્તારશાહ ઉર્ફે અબ્દુલ સતારખાન પઠાણના પૂર્વજો મળે અફઘાનિસ્તાનની સરહદના વતનીઓ. એમના પિતાનું નામ ખેસ્ત ગુલખાન, અને માતાનું નામ નનીબીબી ઉર્ફે જાનબેગમ. તેમને જન્મ સંવત ૧૯૪૮ (ઈ. સ. ૧૮૯૨) માં નાંદોદમાં થએલો. તે ન્યાયે યુસુફજઈ પઠાણ લેખાય છે. નાદેદમાં તેમણે ચાર ધોરણ સુધી ગુજરાતી પ્રાથમિક કેળવણી લીધેલી અને ઉર્દૂનો અભ્યાસ પણ કરેલો. તે ત્રણ માસના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું એટલે માતાએ ઉછેરી તેમને મોટા કરેલા. ચુસ્ત વિચારવાળા પઠાણ સગાંઓએ તેમને અંગ્રેજી જેવી “કાફરી” જબાનની કેળવણી લેવા દીધી નહિ, રાજપીપળાના મહારાજા છત્રસિંહજીના નાના ભાઈ દિગ્વિજયસિહજીના પ્રેમપાત્ર સાથી થવાથી અને રાજવંશી મેજે માણવાની લતમાં પડી જવાથી પણ તે વધુ ભણી શક્યા નહિ. ૧૯૦૮માં સોળ વર્ષની ઉમરે તેમણે દેશી નાટક સમાજમાં “વીણાવેલી ' નાટકમાં કઠિયારાને ભાગ ભજવીને છએક માસ સુધી રંગભૂમિની જિંદગી જોઈ લીધી. સત્તારશાહ સરસ ગાતા, એટલે નાટકનો તખ્તો છેડીને તેમના મીઠા ગાને તેમને ભજનો તરફ ખેંચ્યા. સત્તારશાહ ભક્ત બન્યા અને ભજનિકોના અખાડાઓ તરફ દોરાવા લાગ્યા. આજે ભક્ત સત્તારશાહને અભ્યાસને વિષય સુફી તત્ત્વજ્ઞાન અને મુખ્ય વ્યવસાય ભજનપદેશ, સમાજસેવા તથા સત્યંત બની રહ્યો છે. આમ કાજી અનવરમીયાની તેમના જીવન પર અસર છે અને અનવર કાવ્ય” તેમનું પ્રિય પુસ્તક છે. તેમનું એક પુસ્તક સત્તાર ભજનામૃત છે જેમાં તેમનાં રચેલાં ભજન સંગ્રહેલાં છે. પહેલાં તે સંવત ૧૯૭૯માં બહાર પડેલું, હાલમાં તેની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. તેમનું લગ્ન અમને બેગમ વેરે સને ૧૯૨૦માં અંકલેશ્વરમાં થયેલું. તેમને ત્રણ પુત્ર તથા બે પુત્રીઓ છે.

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388