Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિરહ ગ્રંથકારો. કર્યા હતા, જે આખું પુસ્તકાલય એમણે પિતાના વતન પેટલાદની સાર્વજનિક લાયબ્રેરીને બક્ષિશ કરી દીધું છે.
નેકરી ન કરવાની એમની પ્રતિજ્ઞા હતી, પણ છેડે વખત મુંબઈમાં સખારામ મંછારામવાળા શેઠ ચુનીલાલને ત્યાં સેક્રેટરી તરીકે એમણે કામ કર્યું હતું. ત્યારબાદ વડોદરામાં સયાજી હાઇસ્કૂલ નીકળી ત્યારે ૧૯૦૮ માં તેના પ્રિન્સિપાલ તરીકે પિતાના પેટલાદના મિત્રોના અત્યાગ્રહથી આવ્યા અને અવસાનપર્યત તે સ્થળે રહ્યા. વચ્ચે ૧૯૧૭-૧૮ ના અમદાવાદ અને નવસારીમાં હેડમાસ્તર તરીકે જઈ આવ્યા હતા. તેઓ નિપુણ શિક્ષક અને અદ્દભુત વક્તા હતા. - ઈ. સ. ૧૮૯૨માં પેટલાદમાં માણેકબહેન સાથે એમનું લગ્ન થએલું. એમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ થયાં છે. એ સૌમાંથી હાલ એક પુત્ર કાંતિલાલ ૩૦ વર્ષની વયના છે અને ગાયકવાડ રેલવેમાં નોકરી કરે છે. ઈ. સ. ૧૯૩૦ના મે માસની ૩૦મી તારીખે પેટલાદમાં એમનું અવસાન થયું. ત્યારપછી “પ્રસ્થાન' માસિકમાં, ગુજરાતી' સાપ્તાહિકમાં, તેમજ “મુંબઈ સમાચાર' દૈનિકમાં એમના જીવનવિષયક ત્રણેક વિસ્તૃત લેખ છપાયા છે.
એમના સ્મરણમાં ઈ. સ. ૧૯૩૫માં એમના શિષ્ય શ્રી નાનાલાલ શાહ એમ. એ. એ વડોદરામાં “એચ. વી. શ્રોફ મેમોરિયલ હાઇસ્કૂલ” કાઢી છે. સદ્ગતે પિતાના ઘરમાં પોતાના વાચન અને અભ્યાસ માટે સંઘરેલાં અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતનાં લગભગ બેત્રણ હજારની કિંમતનાં પુસ્તકને જે સંગ્રહ કરેલો તે તેમના પુત્રોએ મજકુર હાઈસ્કૂલને ભેટ કર્યો છે.
Wildon Carr 11 “Problem of Truth” fuper “સત્યાર્થ મીમાંસા' નામે એમણે સ્વતંત્ર અનુવાદ કરેલો છે એ એમને એક માત્ર ગ્રન્થ છે. પરંતુ એમણે વેદાન્ત, ધર્મ અને તત્વજ્ઞાન ઉપર છૂટક લેખો સંખ્યાબંધ લખ્યા છે. ગુજરાતી” પત્રના પ્રત્યેક દીવાળી અંકમાં તેમને એક અભ્યાસપૂર્ણ લેખ નિયમિત આવતો. આ ઉપરાંત “નવલગ્રન્થાવલિ,” “ગીતગોવિંદ,” “સંસ્કૃત સાહિત્યકથાઓ-૧' વગેરે પુસ્તકની પ્રસ્તાવનાઓ એમણે લખેલી છે.