Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 350
________________ ચથકાર-ચરિતાવલિ-વિમાન ગ્રંથકારે હેડ માસ્તર અને ડેપ્યુટી તરીકે કામ કરી વડેદરા ટ્રેનિંગ કોલેજના અધ્યાપકપદેથી એ નિવૃત્ત થયા છે. અંગ્રેજીમાં મેટ્રિક સુધી ખાનગી રીતે એમણે અભ્યાસ કર્યો છે. હિંદી, મરાઠી અને બંગાળી ભાષાના પણ એ જ્ઞાતા છે. બાલપણથી જ એમને કવિતાઓ વાંચવાનો શોખ લાગેલે. ખાસ કરીને શામળ અને દલપત શૈલીની કવિતાઓ એમને ખૂબ ગમતી. વાંચવાના શેખ ઉપરથી કમેક્રમે લખવાને શેખ પણ વિકાસ પામે, અને પંદર સોળ વર્ષની ઉમર થતામાં તે નાની નાની કવિતાઓ જોડવામાં એમણે શક્તિ અજમાવવા માંડી. એ પ્રારંભની કવિતાઓમાં ગરબા, ગરબીઓ, પ્રાર્થના ને વર્ણને હતાં. નજરે પડતા સામાન્ય વિષયો ઉપર હાથ અજમાવતી વખતે અભ્યાસને માટે કેટલીક કવિતાઓ લખવાની શરુઆત પણ એમણે કરેલી. સને ૧૮૯૫માં એવી કવિતાઓ “સામાજિક હિતબોધ' નામથી પુસ્તકરૂપે પ્રગટ થઈ છે. સને ૧૮૯૬માં “સ્તવન મંદાર નામથી નાટકના રાગોમાં ગવાય એવાં રણછોડજીનાં પદોને એમણે બીજો સંગ્રહ પ્રગટ કર્યો. ત્યારબાદ “એક ઉત્તમ વિધવાની ઉક્તિ' અને “ભણા ભાવથી ભરતભૂમિમાં આર્ય તનયા’ જેવાં ઈનામી કાવ્યો એમની કલમમાંથી ઊતર્યો. આ સમયથી ગુજરાતનાં પ્રસિદ્ધ માસિકમાં એમનાં કાવ્ય પ્રકટ થવા માંડ્યાં અને એ સાહિત્યસૃષ્ટિમાં વધુ પ્રકાશમાં આવ્યાં. સાહિત્યના ક્ષેત્રમાં સ્વ. મણિશંકર ભટ્ટ 'કાન્ત) અને સાક્ષર શ્રી. છગનલાલ ઠાકેરદાસ મેદી તરફથી એમને પ્રેરણું મળેલી. એ પ્રેરણા અને સાહિત્ય પ્રત્યે પિતાની કુદરતી અભિરુચિને લઈને પ્રાચીન સાહિત્યને એમને અભ્યાસ સરસ થયો. પરિણામે મહાકવિ પ્રેમાનંદ અને ભક્તકવિ દયારામ એમના વ્હાલા કવિઓ બન્યા. કવીશ્વર દલપતરામ માટે ભાવ પણ એમનામાં જણાઈ આવે છે. “દયારામ અને વડોદરાના કવિ ગિરધર” ના સંબંધમાં એમણે લખેલાં ચરિત્રો ગુજરાતી સાહિત્યના ચરિત્રવિભાગ, માં માન સાથે બેસે તેવાં છે. એમણે અત્યારસુધીની જિંદગી સાહિત્યના એક અભ્યાસી તરીકે ગાળી છે અને હજુય અભ્યાસમાં મગ્ન રહેવામાં એમને આનંદ આવે છે. પ્રગટ થયેલ સાહિત્ય કરતાં એમનું અપ્રગટ સાહિત્ય હજુ મોટા પ્રમાણમાં છે. વયોવૃદ્ધ થયા છતાં હજુય એ ગુજરાતનાં ઘણુંખરાં માસિકે અને વર્તમાનપત્રોમાં લેખો તથા કવિતઓ લખે છે. એમની સ્વતંત્ર કૃતિઓ નીચે મુજબ છેઃ દયારામ (કવિચરિત્ર), ગિરધર (કવિચરિત્ર), વડોદરાને વૈભવ

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388