Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text ________________
૧૧૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ (વર્ણન), માટી ઉમરની હિંદું સ્ત્રીઓની કેળવણી ( નિબંધ ), લાલના માંડવાના ઇતિહાસ, સ્તવન મંદીર ( કાવ્યસંગ્રહ ), સામાજિક હિતમેાધ (કાવ્યસંગ્રહ), સતી સીતા (લઘુ કથા), મેધાપાલંભ (ખંડકાવ્ય), રમણુ રસિકા (ખંડકાવ્ય), કન્યા સંગીતમાળાની કવિતાઓ, ગુજરાતના ઇતિ હાસની વાતા (ઇંગનલાલ ઠા. મેાદી સાથે), મિણભાઈ વિરડ ( કાવ્ય ), જ્ઞાતિની ઉન્નતિ સંબંધી વિચાર। ( નિબંધ ), સયાજી વાચનમાળા પુસ્તક ૧-૨-૩ (પ્રીન્સીપાલ નાનાલાલ ના. શાહ સાથે).
એમનાં ભાષાંતરા નીચે મુજબ છે. :
સુભદ્રા (નવલકથા) (બંગાળી ઉપરથી), સિદ્ધ કરામાત અથવા સાચી વિભૂતિ (હિંદી ઉપરથી), સુલભ આરેાગ્યશાસ્ત્ર ( મરાઠી ઉપરથી ), કરુણુ વિલાસ ( સંસ્કૃત ઉપરથી ), વૈતાલ પંચવીસી ( જૂની ગૂજરાતી ઉપરથી સંશાધન તથા ભાષાંતર), વામન પુરાણુ (સંસ્કૃત ઉપરથી).
એમનાં સંશાધન કરેલાં પુસ્તકા નીચે મુજબ છે. :
નંદબત્રીસી સટીક (શામળ કૃત), સુદામાચરિત્ર સટીક ( પ્રેમાનંદ કૃત ), પ્રહ્લાદ આખ્યાન (ગિરધર કૃત), દયારામ કાવ્યમણિમાલા (ભાગ ૩), દયારામ કાવ્યસુધા, નવલગ્રંથાવલી ભાગ ૧-૨ ( હિરાલાલ વ્ર, શ્રોફ સાથે), રામાયણ (ગિરધર કૃત), પદ્યરત્નાવલી (સંપાદિત કાવ્યસંગ્રહ), ખાદ્યખારાકીના શબ્દોની કહેવતાના સંગ્રહ.
આ ઉપરાંત વડાદરાને વાર્તારૂપ ઇતિહાસ, સંસ્કૃત ઉપરથી લખેલું મિથ્યાજ્ઞાનખંડન નાટક, યાત્રાવર્ણન, કેટલીક કવિતાએ, નિબંધેા ઋત્યાદિ અપ્રકટ સાહિત્ય પણ છે.
જગજીવન માવજીભાઈ કપાસી
શ્રી. જગજીવન માવજીભાઈ કપાસીના જન્મ સં. ૧૯૫૨માં સાયલામાં થએલે. તેમનાં માતુશ્રીનું નામ કૅસરખાઈ. તે ન્યાતે દશા શ્રીમાળી જૈન વણિક છે. તેમનું મૂળ વતન ચુડા છે કે જ્યાં હાલમાં તે હજુર એપીસ સુપરિન્ટેન્ડન્ટના એદ્દા પર છે. તેમણે માધ્યમિક કેળવણી મેટ્રીક સુધી લીધેલી. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન એ તેમના રસના ખાસ વિષયેા છે, અંગ્રેજી ઉપરાંત હિંદી અને અંગાળી ભાષાનું જ્ઞાન પણ તે કેટલાક પ્રમાણમાં ધરાવે છે. તેમનું સૌથી પહેલું પુસ્તક ગુજરાતનું ગૌરવ' એ નામની અતિહાસિક નવલકથા સં. ૧૯૭૫માં પ્રસિદ્ધ થએલી. ત્યારપછી તેમણે લખેલાં
Loading... Page Navigation 1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388