Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિશ્તાવલિ - વિધમાન ગ્રંથકારી
૧૦૩૪
ઈશ્વરલાલ મૂ. વીમાવાળા
શ્રી. ઇશ્વરલાલ મૂળચંદ વીમાવાળાનેા જન્મ ઈ.સ. ૧૮૯૭માં થયે હતા. તેમનાં માતાનું નામ વિજયાલક્ષ્મી હતું. તેમના પિતાના અવસાનસમયે તેમની વય ૧૦ વર્ષની હતી. પ્રાથમિક કેળવણી તેમણે મુંબઈમાં અને પછી સુરતમાં લીધેલી. મેટ્રીક સુધી માધ્યમિક કેળવણી લીધા પછી વિલ્સન કૉલેજમાં ઇંટર સુધી અભ્યાસ કર્યાં હતા, તે અરસામાં માતાનું મરણ થવાથી અભ્યાસ છેાડી દેવા પડચો હતા. તેમના મેટા ભાઈ શ્રી. ચંપકલાલ ઝવેરાતના ધંધામાં પડેલા છે અને નાના ભાઈ શ્રી. નટવરલાલ સાહિત્યપ્રકાશનના વ્યવસાયમાં છે.
થોડા વખત નડીયાદમાં અને પછી મુંબઈમાં શેઠ જમનાલાલ અજાજની પેઢીમાં નાકરી કરીને ૧૯૨૦માં નવજીવન એપીસમાં તેમને સ્વામી આનંદે ખેલાવેલા. ૧૯૨૧માં તેમણે સુરતમાં ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના કરેલી, જે પાછળથી તેમના નાના ભાઈ નટવરલાલે સંભાળેલું.
માધ્યમિક શાળામાં અભ્યાસ ચાલતા હતા તે વખતથી જ તેમને વાચન–લેખનના શે।ખ હતા. કવિ ભાસના સંસ્કૃત નાટક પરથી લખેલું પુસ્તક ‘ પાંડવગુપ્ત નિવાસ' સૌથી પહેલાં તેમણે ૧૯૨૦માં પ્રસિદ્ધ કરેલું. સાહિત્યના શાખની સાથે તેમને યંત્રકામમાં પણુ રસ હતા. ૧૯૨૧ માં તેમણે ગાંડીવ રેંટીએ શેાધી કાઢેલા અને ૧૯૩૦ માં એ રેંટીએ ગાંધીજીને માકલેલા જેમાં કેટલાક સુધારા કરીને ગાંધીજીએ ‘ યરાડા ચક્ર નામના રેંટીએ બહાર પાડેલે.
'
"
"
‘ ગાંડીવ ’ સાહિત્યમંદિરે કેટલુંક અંગાળાનું ક્રાન્તિકારી સાહિત્ય ગુજરાતીમાં બહાર પાડેલું તેથી પેાલીસે કાર્યાલયના કબજો લીધે। હતા, અને તેમને કપડાંભેર બહાર કાઢવા હતા. ૧૯૩૧માં તેમણે ‘સ્ત્રીશક્તિ ’ સાપ્તાહિક શરુ કર્યું, જે આજે ચાલી રહેલું છે. તે ઉપરાંત સુરતના વાચકાને ઉપયેાગી બને તેવું ‘દેશબંધુ' નામનું નાનું સાપ્તાહિક પણ તે પ્રસિદ્ધ કરે છે. ‘ગાંડીવ’ ખાલસાહિત્યમાળામાં તેમણે લખેલી પુસ્તિકાઓ બાળવિહાર', ‘સાનાકુમારી', ‘કાલસા કાકા', ‘રેલ પાટા' વગેરે છે. બ્રહ્માંડના ભેદ” નામની સાહસકથામાળા પણ તેમણે લખી છે. તેમના સંપાદન હેઠળની સ્ત્રીશક્તિ ગ્રંથમાળામાં આશરે ૭૫ નાનાંમેટાં પુસ્ત। બહાર પડવાં છે. તેમનાં પત્ની કાન્તાગૌરી સ્ત્રીશક્તિ ' સાપ્તાહિકનાં સહતંત્રી તરીકે તેમને કાર્યમાં સહાય કરે છે.
"