Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
* * - ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ માહિતી મેળવવાને તેમને ઈગ્લાંડ મેકલવામાં આવ્યા હતા. ઈગ્લાંડથી પાછા ફરી વિરજીવનદાસ માધવદાસની કંપનીમાં ભાગીદારી કરી કંપનીની પ્રતિષ્ઠા એમણે વધારી. સરકારે તેમને જે. પી. ને ઈલકાબ આપ્યો હતે. ૧૮૬૪માં તેમણે મુંબઈને મ્યુનીસીપલ કારભાર સુધારવાની સૂચનાઓ કરી હતી જેને પાછળથી ગવર્નરે અમલ કર્યો હતે. ૧૮૬૫માં તે એમ. એલ. સી. થયા હતા. ૧૮૯૩માં ૬૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.
સ્વ. બંગાલી એકલા -વેપારી નહોતા પરંતુ ગુજરાતી પત્રકારત્વના આધારસ્થંભ હતા. “જગતમિત્ર' નામનું એક માસિક પત્ર તેમણે શરુ. કરેલું અને “મુંબઈ સમાચાર” તથા “રાસ્ત ગોફતાર'ને પણ તે સહાયક અને અંગભૂત હતા. સામાજિક સુધારાના તે હિમાયતી હતા. જ્ઞાનપ્રચારક મંડળી અને બોમ્બે એસોસિએશન વગેરે સંસ્થાઓ તેમના પરિશ્રમથી ઊભી થએલી. રૂ. ૬૬૦૦૦ને ખર્ચ તેમણે મુંબઈમાં કેટમાં એક કન્યાશાળા બંધાવી આપી હતી.
હરિલાલ માધવજી ભટ્ટ સ્વ. હરિલાલ માધવજી ભટ્ટ મૂળ ચાવંડ (કાઠિયાવાડ)ના વતની પ્રશ્નોર બ્રાહ્મણ હતા. તેમના પિતા માધવજી રત્નજી ભટ્ટ તે સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટના ભાઈ તેમનાં માતુશ્રીનું નામ નર્મદા હતું. " તેમણે પ્રાથમિક કેળવણું મહુવામાં, માધ્યમિક કેળવણી વડેદરામાં અને ઉંચી કેળવણી પૂનાની ડેકકન કોલેજમાં લઈ એમ. એ. ની પરીક્ષા પસાર કરી હતી. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં તે તત્ત્વજ્ઞાનના પ્રેફેસર હતા. તેમને અભ્યાસને પ્રિય વિષય જ ફિલસુફી હતે. 2. સેલ્બીની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર હતી. ગુજરાતી વાચનમાળા’ વિષેની તેમની ચર્ચા એક વખત “ગુજરાતી” પત્રમાં કેળવણી વિષયના રસિકોમાં રસપૂર્વક વંચાતી હતી. ૧૯૨૮ના મે માસમાં જૂનાગઢમાં તેમનું અવસાન થયું હતું.
તેમણે બે લગ્ન કર્યા હતાં. બીજા લગ્નનાં પત્ની ચંદ્રપ્રભાથી તેમને ચાર પુત્રીઓ થઈ હતી. મેના, દિવાળી, સરલા અને સુલોચના.
તેમની સાહિત્યકૃતિઓની નામાવલિ નીચે મુજબઃ (૧) લુટાર્કનાં જીવનચરિત (શ્રી બ. ક. ઠાકર સાથે), (૨) આશ્રમહરિણી (મરાઠી પરથી અનુવાદ ), (૩) હિંદનું રાજ્યબંધારણ