Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકાશ પણ એમણે લખેલું એમના પિતાનું ચરિત્ર “નંદશંકર જીવનચિત્ર” આજે ગુજરાતી ચરિત્રગ્રંથામાં અનેખું સ્થાન ધરાવે છે. એ પછી “ક જાગરી’ નામનું એક નાનું નાટક પણ એમણે લખેલું છે. આ ઉપરાંત અંગ્રેજી દેનિક તેમજ સામયિક પત્રમાં સાહિત્ય, પુરાતત્ત્વ, રાજકારણ, ગ્રામોદ્ધાર આદિ વિવિધ વિષયો પર છૂટક લેખે તેઓ લખ્યા જ કરતા.
જે અલાહાબાદમાં એમણે સરકારી નોકરીનો પ્રારંભ કર્યો ત્યાં જ ઇ. સ. ૧૯૪૦ ના જાન્યુઆરીની ૨૮મી તારીખે અચાનક કામ કરતાં કરતાં હૃદય બંધ પડવાથી એમનું અવસાન થયું.
એમની કૃતિઓઃ “નંદશંકર જીવનચિત્ર” (ઈ. સ. ૧૯૨૨), “કે જાગરી” (નાટક), “ગ્રામોદ્ધાર”
વિશ્વનાથ સદારામ પાઠક સ્વ. વિશ્વનાથ સદારામ પાઠકને જન્મ ઈ. સ. ૧૮૫૫ માં ધોળકા તાલુકામાં આવેલા ભોળાદમાં થયો હતો. તેમના પિતાનું નામ સદારામ કાશીરામ પાઠક અને માતાનું નામ કરસનબા. તે પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ હતા.
નાનપણમાં માતાનું અવસાન થવાથી તે ભાવનગરમાં પિતાના મોસાળમાં ઊછર્યા હતા. તેમના પિતા સદારામ પાઠક નિસ્પૃહી અને સાદું જીવન ગાળનારા હતા. તે નમાયાં બાળકને બે–ચાર વરસ ઊછેરી, મોસાળ મોકલીને યાત્રાએ ચાલ્યા ગયા હતા અને ગોકુળ-મથુરામાં તેમણે દેહ છાળ્યો હતો.
| વિશ્વનાથ પાઠકે પ્રાથમિક કેળવણી ભાવનગરમાં લીધી હતી. થોડું સંસ્કૃત અને થોડું અંગ્રેજી પણ તે શીખ્યા હતા. ૧૭ વર્ષની વયે રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં દાખલ થઈ બે વરસ ત્યાં અભ્યાસ કરી સીથા (કાઠિયાવાડ) માં તેમણે મહેતાજીની નોકરી લીધી હતી. બે વરસ ત્યાં નોકરી કરીને અમદાવાદની ટ્રેનિંગ કેલેજમાં એક વર્ષ ભણી તે સીનિયર થયા હતા અને સીથાથી રાજકોટના તાલુકા સ્કુલ માસ્તર તરીકે તેમની બદલી થઈ હતી. ત્યાં ઉપરી સાથે અણબનાવ થવાને કારણે ગાંફના કુંવરના ટયુટર તરીકે ગયા હતા. ત્યાં તેમણે થાણદારની પરીક્ષા પાસ કરી પરંતુ થાણદારી ન સ્વીકારતાં રાજકેટ સદર સ્કૂલના માસ્તરનું પદ સ્વીકાર્યું. ત્યાંથી તેમની બદલી રાજકેટ ટ્રેનિગ સ્કૂલમાં થઈ જ્યાં તે ઘણું વરસ રહ્યા. આ સમયમાં તેમને વેદાંતનો અભ્યાસ કરવાની અને “પંચદશી' નું ભાષાંતર કરવાની