Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર શશ્તિાવલિ-વિદેહ ગ્રંથકારી
સિવિલ ગાર્મેન્ટ કટર અને એ વિષયના લેખક, અને શ્રી. પ્રાણજીવન પાઠક મિલમાં સ્પિનિગ ખાતાના મુખ્ય અને લેખક.
તેમનાં લખેલાં પુસ્તકા નીચે મુજબ છેઃ
“પંચદશી” (શ્રી. વિદ્યારણ્યસ્વામીપ્રણીત મૂળ àાક સહિતનું ગુજરાતી ભાષાંતર, શ્રી. રામકૃષ્ણ પંડિતની ટીકાને અનુસરીને) ૧૮૯૫, “નચિકેતા કુસુમગુચ્છ ’” ( કાડાપનિષદ્ની ગુજરાતી આખ્યાયિકા) ૧૯૦૮, પુષ્પદંતવિરચિત “ મહિમ્ન સ્તેાત્ર ”. નું ગુજરાતી સમશ્લોકી ભાષાંતર (મૂળ, પદ, પદાર્થ અને વિવેચન સાથે) .૧૯૦૮, શ્રીમદ્ ભગવદ્ગીતા ' ( શાંકર ભાષ્ય અને અનેક ટીકાકારાના આશય સાથે) ૧૯૦૯.
kr
શંકરલાલ મગનલાલ પંડચા (મણિકાન્ત)
સ્વ. શંકરલાલ મગનલાલ પંડ્યાના જન્મ સં. ૧૯૪૦માં તેમના વતન હળધરવાસમાં થયા હતા. તે ઔદીચ્ય ટાળકિયા બ્રાહ્મણ હતા. તેમની માતાનું નામ ચ્છિાબા હતું. તેમણે માત્ર ગુજરાતી અભ્યાસ કર્યાં હતા અને શરુઆતમાં વડાદરા રાજ્યનાં ગામડાંમાં શિક્ષકની નાકરી કરી હતી. પછી તેમનું લગ્ન આંત્રાલીના શ્રી. પ્રજારામ શિવરામ વ્યાસનાં પુત્રી મણિમહેન સાથે થયું હતું. ત્યારપછી તે શિક્ષકની નાકરી છેાડી મુંબઈ ગયા હતા અને મંચેરજી વાડીલાલની કંપનીમાં નાકરીમાં રહ્યા હતા. મૃત્યુપર્યંત તે એ જ નાકરીમાં રહ્યા હતા. હરસના દર્દથી ૧૯૮૩માં તે હળધરવાસમાં જ મૃત્યુ પામ્યા હતા.
તેમણે નીચેનાં પુસ્તકા લખ્યાં હતાં: (૧) મણિકાન્ત કાવ્યમાળા, (૨) પાપી પિતા, (૩) ગઝલમાં ગીતા, (૪) સંગીત સુક્ષ્માષબિંદુ, (૫) સંગીત મંગલમય, (૬) નિર્દેગી નિર્મળા, (૭) ગુજરાત સ્તોત્ર, (૮): બ્રહ્મહત્યા, (૯) જ્ઞાનપ્રવાહ.
,,
(6
તેઓ સરલ અને લેાકપ્રિય કવિતા લખતા અને તેમની કવિતાના તે જ ગુણાને લીધે “ મણિકાન્ત કાવ્યમાળા અને નિર્ધાંગી નિર્મળા એ બે પુસ્તકા ખૂક્ષ્મ જ લાકપ્રિય થયાં હતાં. અનેક યુવા “નિર્ભાગી નિર્મળા”ના સંખ્યાબંધ છંદ્રા મ્હોંએ કરી રાખતા એવા પણ એમની ઢાકપ્રિય કવિતાના એક સમય હતા. સને ૧૯૩૫ સુધીમાં તેમની “ મણિકાન્ત કાવ્યમાળા ”ની ૧૩ આવૃત્તિઓની મા આશરે ૩૦ હજાર પ્રતા અને “ નિર્ણાંગી. નિર્મળા”ની ૫૩ હાર પ્રતા પ્રસિદ્ધ થઈ હતી. તેમની કવિતાની ખીછ પુસ્તિકાઓ આ બે પુસ્તકા જેટલી લેાકપ્રિય નીવડેલી નહિ.
૧૨