Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પંચકાર–ચશ્તિાવલિ - વિદેહ ગ્રંથકારી
૧.
મધુવરામના જીવન પર એ વ્યક્તિઓની પ્રબળ અસર થઈ હતી. એમના સેાળમા વરસે ૧૮૬૪માં એમને કવિ નર્મદને પરિચય થયા હતા. તે પછી તે વારંવાર નર્મદ તેમજ નવલરામને મળતા. કવિ નર્મદની અસર તેમના પર લગભગ ત્રીસ વરસ સુધી રહી. ૧૮૯૯ માં ૪૬ મે વર્ષે તેમને વિદુષી મેસંટના સમાગમ થયા, તેની અસર પણ ૩૦ વર્ષ સુધી એટલે મૃત્યુ સુધી રહી. આથી એમનું સાહિત્યજીવન એ અવસ્થામાં વહેંચાઈ જાય છે.
""
31
નર્મદની અસર તળેની પૂર્વાવસ્થામાં તેમણે અનેકવિધ સાહિત્ય બહાર પાડયું હતું. ૧૮૮૦ માં “ રત્નાવલિ ” નાટકનું ભાષાંતર કર્યું હતું. “ ઇલિયડ ”ના ત્રણ સર્ગના અનુવાદ કરે તે પ્રસિદ્ધ થયા નથી. એમનાં માલિક પુસ્તકામાં ૧૮૮૦ માં “ નૃસિંહ નાટક ગદ્યપદ્યાત્મક પાંચ અંકમાં એમણે રચ્યું હતું તે પ્રસિદ્ધ થયું હતું. ૧૮૮૫માં આશિર્વાદ નાટક લખ્યું હતું. ૧૮૮૮ માં “ સુવાસિકા નામનું ઇંદ્રવાના ૩૪૪ ક્ષ્ાકાનું કાવ્ય બહાર પાડયું હતું. “ જ્યુબિલી તરંગિણી અરસામાં પ્રસિદ્ધ કર્યું હતું. મેવાડના વીર ચંદેાજીની તેર અધ્યાયમાં દરેક અઘ્યાયમાં જુદું-જુદું વૃત્ત હે. હે. ધ્રુવના ‘ચંદ્ર’માં છપાવા માંડી હતી. કથાના પાછલા ભાગા ખાવાઈ ગયા હતા તે જડી આવતાં તે ૧૯૧૫માં પુસ્તકાકારે બહાર પડી હતી. સાહિત્યપ્રવૃત્તિના જ એક અંગરૂપે થોડું પત્રકારત્વ પણ તેમણે અંગીકાર્યું હતું. ‘ગુજરાત મિત્ર”ના અધિપતિ તરીકે તેમણે છએક માસ કામ કર્યું હતું. “ વિદ્યાવિલાસ નામનું માસિક પણ તેમણે કાઢયું હતું.
99
""
..
""
નામનું કાવ્ય પણ એ જ કથા . તે “ ચંદાખ્યાન યેાજીને લખી હતી, તે
એમનાં મૌલિક પુસ્તકામાં નીચેનાં છપાઈ પ્રસિદ્ધ થયાં છે. “શ્રીકૃષ્ણુદર્શન” (૧૯૧૩), “શ્રી રામાયણ રસબિંદુ” (૧૯૧૩), “મહેશ્વર મહિમા” (૧૯૧૪), “ મનુષ્યજાતિને ક્રમવિકાસ ’’ (૧૯૧૫). ઉપરાંત તેમણે ભગવગીતા, ઉત્તરગીતા, સનત્સુનીત,કઠોપનિષદ્, અને ઇશાવાસ્યાપનિષદ્નાં ભાષાંતરા કયા હતાં.
29
.
આ સિવાય “ હૃદયવિનાદ ” (ભાગ ૧-૨-૩), ધર્મનીતિએ ધિની’ (ભાગ ૧–૨–૩), “ નીતિરત્નમાળા ' “ જગદંબાના ગરમ ’, '' જગદ્ ગુરુનું અભિગમન ”, “ માર્ગપ્રકાશિકા ” ( Light on the Path ના અનુવાદ ), વગેરે નાનાં પુસ્તક એમણે લખ્યાં હતાં. ૧૯૧૫માં સુરતમાં મળેલી સાહિત્યપરિષદના સન્માનકારિણી સભાના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી.