Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
મધુવચરામનું અવમાંન તા. ૨૮-૧૨-૧૯૨૪ના રાજ થયું હતું. વૃદ્ધાવસ્થામાં એમના જ્યેષ્ઠપુત્ર ઇંદ્રવદનરાય જે વડાદરામાં ઈંડિયન આસિસ્ટંટ ટુ ધિ રેસિડન્ટ હતા તેમનું ૪૨ વર્ષની વયે અકાળ અવસાન થવાથી તેમના હૃદય પર સખ્ત આધાત થયા હતા, તેમજ આંખે પણ અપંગ થયા હતા; છતાં શ્વિર પર શ્રદ્ધા રાખી એમણે મરણુપર્યંત પેાતાના વિશાળ કુટુંબની તથા લેાકાની સેવા કરી હતી.
७२
સંતતિમાં તેમના ખીજા બે પુત્રો શ્રી. દીનસુખરામ અને શ્રી. ધીરસુખરામ ( ગીનુભાઈ ) અવસ્થાને લઈને સાતાક્રૂઝમાં નિવૃત્ત જીવન ગાળે છે. એમનાં એક પુત્રી શ્રી. કનુબહેન આજે ૭૦ વર્ષની વયે પણ ધાર્મિક સામાજિક વિષયે। પરત્વે જાહેર જીવનમાં રસ લે છે.
મહમદઅલી ભૈાજાણી (આજિઝ)
સ્વ. મહમદઅલી ભેજાણીના જન્મ ઈ. સ. ૧૯૦૨માં તેમના વતન તળજા ગામમાં થયા હતા. તેમના પિતાનું નામ દામજી. તે શિયા ઈસ્નાઅશરી ખાજા કામના ગૃહસ્થ હતા. પ્રાથમિક કેળવણી -તળાજામાં લઈને મુંબઈમાં તેમણે અંગ્રેજી છઠ્ઠા ધારણુ સુધી અભ્યાસ કર્યો હતો. ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતીનું તેમનું જ્ઞાન સારું હતું.
તેમણે મોટે ભાગે જુદે જુદે સ્થળે શિક્ષક તરીકેના અને પછી પત્રકાર તરીકેના વ્યવસાય કર્યાં હતા. ગાઝી મુસ્તફા કમાલ પાશા સ્કૂલ, ખેાળ ખાનમહમદ હખી. એ. વી. સ્કૂલ, પંચગનીની હિંદુ તેમજ મુસ્લીમ હાઈસ્કૂો, એ બધે સ્થળે શિક્ષક તરીકેની નોકરી કરીને “ચૌદમી સદી' માસિક પત્રના કાર્યાલયમાં અને પછી “ એ ઘડી મેાજ ” ના સહતંત્રી તરીકે તેમણે કામ કર્યું હતું. વચ્ચે થાડે સમય રમતા રામ” ના તંત્રી પણ તે થયા હતા. ૧૯૩૨માં રાંદેર ખાતે મુસ્લીમ ગુજરાત સાહિત્યમંડળના કવિસંમેલનના તે પ્રમુખ હતા. તા ૧૪-૧૦-૩૪ના રાજ મુંબઇમાં તેમનું અવસાન થયું હતું. તેમનાં પત્નીનું નામ શેરખાનુ. તેમની એક પુત્રી હયાત છે.
""
તેમનાં લખેલાં પુસ્તઢ્ઢાની નામાવલિ : (૧) રજવાડાના રંગ, (ર) માતૃભૂમિ, (૩) પચ્ચીસી, (૪) નુરે સુખન ( ઉર્દૂ કવિઓનાં કાવ્યા ગુજરાતી અનુવાદ સાથે ).