Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે ટીકા ટિપ્પણુ સાથે છપાવ્યા બાદ, શ્રી વલ્લભાચાર્યની ભાગવત ઉપરની સુબોધિની ટીકાના દશમ સ્કલ્પના ભાગે છેલ્લેથી શરુ કરી સંસ્કૃત ટિપણે સહિત છપાવવા માંડયા હતા. એ ઉત્તરાર્ધના અધ્યાયો છપાયા હતા, તે દરમિયાન દશમ સ્કંધ–સુબોધિની ઉપરની શ્રી વિઠ્ઠલનાથજીની ટિપ્પણી એના જ હસ્તાક્ષરની જૂની હાથપ્રત ઉપરથી મેળવી છપાવી હતી. પણ એમના જીવનનું મહત્ત્વનું કાર્ય તે માત્ર વૈષ્ણવ સંપ્રદાયને જ ઉપયોગી થાય એટલેથી ન અટકતાં વેદાંતના અભ્યાસીઓને પણ સર્વત્ર ઉપયોગી થાય તે, વલ્લભાચાર્યના અણુભાષ્ય ઉપર ગે. શ્રી પુરુષોત્તમજીને પ્રકાશ અને તે ઉપર છેલ્લા સિકામાં લખાયેલી નાથદ્વારાના ગો. શ્રી. ગોપેશ્વરજીની રશ્મિ નામક ટીકાના સંપાદનનું જટિલ કાર્ય આરંભ્ય તે હતું. તેમના જીવનકાળમાં છેલ્લા અધ્યાયથી થોડા ભાગે બહાર પડયા પછી છેક આ વર્ષે તેમના મિત્ર અને સહકાર્યકર્તા શ્રી. ધીરજલાલ સાંકળિયાએ એ કાર્ય ૧૫ ભાગમાં પ્રસિદ્ધ કર્યું છે. વેદાંતની બધી શાખાઓના તુલનાત્મક જ્ઞાનને આ અત્યંત મહત્ત્વનો ગ્રંથ ગ્રંથકર્તાની હાથની નકલની મદદથી સંપાદિત થયા છે. આ ગ્રંથ સમજવાને ઉપયોગી શ્રી. પુરુષોત્તમજીની “વેદાંતાધિકરણ માલા,” શંગાર રસમંડન, રસાબ્ધિ કાવ્ય વગેરે બીજા પણ મહત્ત્વના ગ્રંથો તેમણે સંપાદિત કર્યા છે. એમણે “વેણુનાદ' નામનું સાંપ્રદાયિક માસિક પણ બે વર્ષ ચલાવ્યું હતું. વૈષ્ણવ પરિષદના તેઓ એક કાર્યકર હતા. એમના મૃત્યુ પછી તેની પ્રવૃત્તિ બંધ જેવી જ થઈ ગઈ છે.
એ સંપ્રદાયમાં તેમની આ સેવાનું મૂલ્ય ઘણું ઉંચું અંકાયું હતું અને તે કાર્યમાં તેમને પ્રેમભાવથી સહાય કરનારાઓ સહેજે મળી આવતા હતા. કેટલાંક પુસ્તકોની હસ્તપ્રત મેળવવાને તેમણે અનેક સ્થળોએ પ્રવાસ કરીને વૈષ્ણવ ગ્રંથભંડારો તથા ઈતર પ્રાચીન ગ્રંથોના જાહેર તથા ખાનગી સંગ્રહ ઢંઢી કાઢયા હતા. વૈષ્ણવ સંપ્રદાય માટે જ એક ખાસ સાહિત્યસંશોધન સંસ્થાની કેટલી અગત્ય છે તેની પ્રતીતિ વૈષ્ણવધર્મ પરિષદને શ્રી. તેલીવાલાના પ્રયત્નોનાં ફળો જોયા પછી ઉપજી હતી. તેમનું અવસાન ૨૬-૬-૧૯૨૭ ના રોજ મુંબઈમાં થયું હતું. ---*
શ્રી. તેલીવાલાનું પ્રથમ લગ્ન સને ૧૯૧૧-૧૨ માં ઉજજનમાં અને બીજું લગ્ન ૧૯૨૦ માં દશા મેઢ જ્ઞાતિમાં સુરતમાં થયું હતું. તેમનાં બીજાં પત્ની કાન્તા મૂલચંદ્ર તેલીવાલા વિદ્યમાન છે. તેમના બે પુત્રોનાં નામો શ્રી. ચંદ્રગોવિંદ બી. એ. એલ. એલ. બી. થયા છે, બીજા પુત્ર શ્રી. વ્રજેન્દ્ર સાયન્સ કોલેજમાં અભ્યાસ કરે છે.