Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
::
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
માધવરાવ બાબારાવ દીવેટિયા અમદાવાદમાં વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં, ઈ. સ. ૧૮૭૮ ના ડિસેમ્બરની ૨૦ મી તારીખે સરદાર ભોળાનાથ સારાભાઈ દિવેટિયાના
પુત્ર બાબારાવ ભોળાનાથને ત્યાં એમને જન્મ થયો. એમનાં માતાનું નામ પ્રસન્નલક્ષ્મી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની સરકારી શાળાઓમાં લઈ ગુજરાત કોલેજમાં પ્રીવિયસ સુધી અભ્યાસ કર્યા બાદ એમણે સરકારી રજિસ્ટ્રેશન ખાતામાં સબરજીસ્ટ્રારની નેકરી લીધી અને જીવનભર એકનિષ્ઠાથી બજાવી.
વાચનને શોખ અભ્યાસકાળથી જ હોવાથી જીવનઘડતરમાં તેની સારી અસર થઈ અને ગુજરાતીમાં ગોવર્ધનરામ તથા નરસિંહરાવ અને • અંગ્રેજીમાં વિકટર હ્યુગે આદિ લેખકેએ ખૂબ છાપ પાડી. મૂળથી જ સત્યપૂજક અને દયાવૃત્તિવાળા હાઈ શુદ્ધ ધાર્મિક જીવનને આગ્રહ પહેલેથી જ ધરાવેલો અને તેથી બીજા વાચનની સાથોસાથ ધાર્મિક પુસ્તકે એમના અભ્યાસને મુખ્ય વિષય બનતાં ગયાં, જેની છાપ એમનાં લખાણોમાં સ્પષ્ટ છે. સ્વામી રામતીર્થ, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના તે ખાસ ઉપાસક હતા.
ઈ. સ. ૧૯૦૪માં શ્રીમતી તારામતી જોડે એમનું પ્રથમ લગ્ન થયું; બીજું લગ્ન પેટલાદમાં ૧૯૧૩માં શ્રીમતી સુશીલાબહેન જોડે થયું, જેનાથી એમને બે પુત્રો તથા એક પુત્રી છે. બંને પુત્રો ગ્રેજ્યુએટ છે. મોટા રાજકોટ એજન્સીમાં અને નાના અમદાવાદની ટયુટોરિયલ હાઈસ્કૂલમાં શિક્ષક છે. ધોળકામાં ઈ. સ. ૧૯૨૬ની ૨૮મી મેના રોજ એમનું અવસાન થયું.
એમનું પહેલું પુસ્તક “જયોતિપુંજ' નામની નવલકથા ઈ. સ. ૧૯૦૯માં “ગુજરાતી પંચની ભેટ તરીકે તે બહાર પડી. બીજી નવલકથા “તભાનું એ જ પત્રની ભેટ તરીકે ઈ. સ. ૧૯૧૨માં બહાર પડી. ત્યારપછી એમનું લખાણ ધાર્મિક સાહિત્ય તરફ જ વળ્યું. એમના ગ્રંથની યાદી
તિપુંજ (નવલકથા) ઈ. સ. ૧૯૦૯ - તભાનું , ઈ. સ. ૧૯૧૨. .
સ્વામી રામતીર્થ (ભાગ ૫) એમના સદુપદેશ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની વિવિધ ગ્રંથમાળામાં (અનુવાદ) ઈ. સ. ૧૯૧૨.
સહજાનંદ સુબોધિની (સહજાનંદ સ્વામીનું જીવનચરિત્ર તથા વચનામૃત). ઈ. સ. ૧૯૧૬