Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨
રતિપતિરામ ઉદ્યમરામ પંડયા
સંસ્કૃત સાહિત્યનાં વિરલ રત્નાને, ધરાધરની સ્ત્રીએ તથા ઊગતી પ્રજા પણ તેના ઉપભાગ કરી શકે તેવી સાદી સરળ ને સુંદર ગુજરાતીમાં ઉતારવાના કાડ ધરીને એ દિશામાં હજી એએક પુસ્તકનું પગરણ કરે છે ત્યાં એ ક્રાડ મનમાં જ શમાવીને ૩૪ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવી કાળને ફ્રાળિયા થઈ જનાર આ આશાસ્પદ લેખકના જન્મ નડિયાદમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં સંવત ૧૯૪૯ ના આસે। સુદી ત્રીજને દિવસે થયે હતા. એમના પિતાનુ નામ ઉદ્યભરામ ગુલાબરામ પંડવા અને માતાનું નામ અમૃતલક્ષ્મી. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી નડિયાદમાં જ લઈ તેમણે અમદ્દાવાદની ગુજરાત કૉલેજમાં બી. એ. સુધી અભ્યાસ કર્યાં હતા.
શરુઆતમાં અમદાવાદમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યાં બાદ તેઓ મુંબઈ એલ્ફિન્સ્ટન સ્કૂલમાં બદલાયા હતા; પણ ત્યાંનું પાણી લાગવાથી એ કરી છેાડી વડાદરા રાજ્યની પ્રાથમિક શાળાઓના ઈન્સ્પેક્ટરની નેાકરી લીધી હતી, જ્યાં જીવનના અંતકાળ સુધી તે હતા. ત્યાં થોડા વખત ચીમનાબાઈ બાળસંરક્ષણુ સંસ્થાના મંત્રી તરીકે પણ કામ કરેલું.
વિદ્યાવ્યાસંગ ઊગતી વયથી જ હતા અને સંસ્કૃત તથા ગુજરાતી એમના પ્રિય વિષયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક ભાવનાની પ્રબળ અસરથી રંગાએલા એમના જીવન પર ગીતા અને ‘સરસ્વતીચન્દ્ર’ એ એ ગ્રંથાની મુખ્ય છાપ પડી હતી. તે ઉપરાંત પ્રાચીન કવિઓની કૃતિએને રસાસ્વાદ પણ બહુ પ્રિય હતે. ગુજરાતનાં મેાટા ભાગનાં માસિામાં લેખાથી શરુ કરેલું લેખનકાર્ય ગ્રંથલેખનમાં પરિણમ્યું અને ‘ સમાલાચક'માં કેટકે ટર્ક આવતું ‘રત્નાવલી ’. નાટકનું વખણુાએલું ભાષાંતર ઈ. સ. ૧૯૨૧માં પુસ્તકરૂપે પ્રકટ થયું એ એમનું પહેલું પ્રકાશન. ત્યારપછી એમણે મહાભારત અને રામાયણને સરળ ભાષામાં ટુંકાવીને લખ્યાં અને તેનાં ખાસ શાળાપયેાગી રૂપા પણ બહાર પાડવાં. એ ઉપરાંત ‘ઉત્તરરામચરિત' અને ‘ચર્ચાત્મક મહાભારત' તૈયાર કર્યા; એવામાં સં, ૧૯૮૪ના માગશર સુદ ૬ તા. ૩૦મી નવેમ્બર ૧૯૨૭ના રાજ વડાદરામાં ટાઇફોઈડથી એમનું અચાનક અવસાન થયું; અને પુરાણેાના સમૂહમાંથી સુવર્ણ તારવવાના, ટૉડના રાજસ્થાનમાંથી હીરા વીણવાના, ઉત્તરરામને સરળ ભવ્યતાથી લેાકભાગ્ય કરવાના એમના મનેાથા મનમાં જ રહી ગયા. એમના જીવન
વિષયક માહિતી એ અરસાનાં · શારદા' ‘ સ્ત્રીમેાધ' વગેરે માસિામાં
"
t