Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુe મણિશંકર ગોવિંદજી વિદ્યશાસ્ત્રી એમને જન્મ જામનગરમાં ગિરનારા બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. ૧૯૧૫ના શ્રાવણ સુદ બીજના દિવસે થયે હતે. એમના પિતાનું નામ ગોવિંદજી સવજી જોશી અને માતાનું નામ ઝવેરબાઈ હતું.
જામનગરમાં તેમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો, એ દરમ્યાન એમના મોટા ભાઈ કાલિદાસ ગેવિદજી તથા વૈદ્યરત્ન ઝંડુ ભટ્ટજીના સહવાસથી પડેલી અસરને લીધે એમણે વૈદકને વ્યવસાય ગ્રહણ કર્યો અને એક પાઈની પણ મૂડી વિના જીવનની શરૂઆત કરવા છતાં બુદ્ધિ અને સ્વાશ્રય વડે જામનગરની જાણીતી “આતંકનિગ્રહ ઔષધાલય' નામની સંસ્થા જમાવી. પરંતુ આમ મુખ્ય વ્યવસાય વૈદકને હોવા છતાં એમના અભ્યાસના પ્રિય વિષયે અધ્યાત્મવિદ્યા અને ફિસૂફી હતાં અને લેખન પર એમને પ્રીતિ હતી. એમનું ગીતાનું ભાષાંતર લોકપ્રિય છે. . જામનગર, લાલપુર અને લુણાવાડા એમ ત્રણ સ્થળે ત્રણ વખત એમનાં લગ્ન થએલાં અને એ ત્રણ પત્નીનાં નામ અનુક્રમે સુંદરબાઈ મતીબાઈ અને ચંચળબાઈ હતાં. એમના ચાર પુત્રામાં મોટા મોતીલાલ ગ્રેજ્યુએટ થઈ પિતાની હયાતીમાં અવસાન પામ્યા; બીજા શંકરલાલ પણ ગ્રેજ્યુએટ થઈ પિતાના મરણ બાદ ઔષધાલય ચલાવતા તેમ જ એક નાટક કંપની પણ કાઢેલી, પરંતુ તેમને ૧૯૯૪માં સ્વર્ગવાસ થયે; ત્રીજા પુત્ર ગુલાબરાય ફેટે આર્ટિસ્ટ છે અને ચોથા ત્રંબકલાલ ગ્રેજ્યુએટ છે, જે બંને આજે ઔષધાલય સંભાળે છે.
એમનાં પુસ્તકોની યાદી
મુક્તા (મૌલિક નવલકથા), રામ અને રાવણ, પાંડવ અને કૌરવ, પાંડવાશ્વમેધ, સંક્ષિપ્ત કાદંબરી, ચિકિત્સાબ્દિ (વૈદક-મૌલિક), આર્યાનાર્ય
ઔષધ (વૈદક મૌલિક), મણિ મનુસ્મૃતિ (સટીક ભાષાંતર), શ્રીમદ્ ભગવદ્ગીતા (સટીક ભાષાંતર).
મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત) સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટને જન્મ સં. ૧૯૨૪ ના કાતિક વદ ૮ના રોજ કાઠિયાવાડમાં લાઠી નજીક આવેલા તેમના વતન ચાવંડ ગામમાં થયેલો. ન્યાતે તેઓ પ્રશ્નોરા નાગર હતા. તેમના પિતાનું નામ રત્નજી મુકુંદજી ભટ્ટ અને માતાનું નામ મોતીબાઈ. તેઓ ચાર ભાઈઓ હતા,