Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
-- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સંતસમાગમના રસિયા હતા. અવધૂત રવિસાગરજીનાં દર્શન થયા પછી તેમને સંતસમાગમ વધુ પ્રિય થયો હતો અને સંસાર પ્રતિ ઉદાસીનતા તથા ત્યાગ. ધર્મ પ્રતિ પ્રેમ જાગ્યો હતો. શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી. સુખસાગરજી મહારાજ પાસે તેમણે ૧૯૫૭ના માગશર માસમાં જૈન સાધુત્વની દીક્ષા લીધી હતી. પ્રથમ ચાતુર્માસ તેમણે સુરતમાં કરેલું અને પુસ્તકલેખનને પ્રારંભ પણ ત્યાં જ કરેલો. તેમનું પ્રથમ પુસ્તક હતુંઃ “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલે.” ---
દીક્ષા પછી અધ્યયન, વિદ્વાને-સંત-ફીલસુફને સમાગમ અને ચર્ચા વગેરેમાં તે ખૂબ આગળ વધવા લાગ્યા હતા. સુપ્રસિદ્ધ મુસ્લીમ સંત કાજી અનવરમીયાં તેમના સમકાલીન હતા. વેદ, ગીતા, કુરાન, કલ્પસૂત્ર, જૈનાગમો વગેરેના જ્ઞાનને સુંદર સમન્વય તેઓ કરતા અને પિતાનાં જાહેર વ્યાખ્યાનમાં તે ઉતારતા. સંવત ૧૯૭૦માં તેમને આચાર્ય પદવી આપવામાં આવી હતી.
શ્રી. બુદ્ધિસાગરજી તવજ્ઞાન અને યોગના પરમ અભ્યાસી હતા. નદીતટ કે સાગરકાંઠે, જંગલ, કેતર કે ગુહાઓમાં નિવાસ તેમને પ્રિય હતા. તેમની યોગ-ધ્યાનપ્રિયતા તેમની ગ્રંથરચનાઓમાં અને ઉપદેશમાં પ્રતીત થતી. ૨૪ વર્ષ સુધી સાધુદશા પાળીને સં. ૧૯૮૧ના જેઠ વદ ને રેજ તે કાળધર્મને પામ્યા હતા.
તેમની પ્રેરણાથી સં. ૧૯૬૪માં અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ સ્થપાયું હતું. તેમની જન્મભૂમિમાં એક વિશાળ જ્ઞાનમંદિર તેમની પ્રેરણાથી બંધાયું હતું જેમાં છાપેલા અને હસ્તલિખિત મૂલ્યવાન પુસ્તકને સંગ્રહ વિદ્યમાન છે. તે એક સારા કવિ પણ હતા અને અત્યંત સરલતાથી કવિતારચના કરી શકતા હતા. તેમણે સો ઉપરાંત નાનામોટા ગ્રંથો લખ્યા તથા પ્રસિદ્ધ કરવ્યા હતા. સં. ૧૯૮૧માં જ્યારે તેમને લાગતું હતું કે હવે પૃથ્વી પરથી પ્રસ્થાન કરવાને તેમને સમય નજીક આવે છે તે વર્ષમાં તેમણે એકી સાથે ૨૭ પુસ્તકનું પ્રકાશન આરંક્યું હતું. તે પોતાની જન્મભૂમિમાં જ સ્વર્ગવાસ પામ્યા હતા. સંખ્યાબંધ ગ્રંથે પ્રસિદ્ધ થવા છતાં તેમનું પુષ્કળ લખાણ હજી અપ્રસિદ્ધ રહ્યું છે.
તેમણે રચેલાં ગુજરાતી તથા સંસ્કૃત પુસ્તકની સંખ્યા મેટી છે, જેમાંથી મહત્ત્વનાં ગુજરાતી પુસ્તકોની નામાવલિ અત્ર આપી છેઃ
કાવ્યગ્રંથે–ભજનસંગ્રહ ભાગ ૧ થી ૧૧ (આશરે ૩૫૦૦ પૃષ્ઠ), અધ્યાત્મ ભજનસંગ્રહ, પૂજાસંગ્રહ, ભાગ ૧-૨, ગહુંલી સંગ્રહ ભાગ ૧-૨,