Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. લખવાને તેમને ખૂબ શેખ હતો, અને સામાન્ય કહેવત એમ કવિતામાં ગુંથાવાથી શ્રોતાઓ ઉપર ચમત્કારિક અસર થતી. પાછળથી કવિ દલપતરામનો સમાગમ થવાથી તેમની પાસે રહી તેમણે કવિતારચનામાં સારી કુશળતા મેળવી હતી. કવિ બુલાખીરામ કવિ દલપતરામના અગ્ર શિષ્યોમાંના એક લેખાતા અને જાહેર સભાઓમાં તેમની કવિતાઓ સાંભળવા માટે લેકે ખૂબ એકત્ર થતા. તેમની કવિતા માટે તે વખતના મેલઝ કેર્ટ જજ શ્રી ગોપાળરાવ-હરિએ સુંદર પ્રમાણપત્ર આપ્યું હતું.
કવિ બુલાખીરામના ત્રણ કવિતાગ્રંથો પ્રસિદ્ધ થયા હતાઃ (૧) જ્ઞાનદર્શક કાવ્ય, (સં. ૧૯૨૫), (૨) કાવ્ય કૌસ્તુભ ભાગ ૧, (૩) કાવ્ય કૌસ્તુભ ભાગ (૨) (સં. ૧૯૯૧). તેમની કવિતાઓ મુખ્યત્વે ઉપદેશાત્મક, કટાક્ષાત્મક, સંસારસુધારા માટેના ઉધનાત્મક અને વર્ણનાત્મક હતી. કવિ દલપતરામ અને શ્રી. ગોપાળરાવ હરિ દેશમુખ ઉપરાંત દી. બા. અંબાલાલ સાકરલાલ, શ્રી. ભેળાનાથ સારાભાઈ, રા. સા. મહીપતરામ, કવિ સવિતાનારાયણ, દી. બા. મણીભાઈ જશભાઈ, રા. બા. હરગોવિંદદાસ કાંટાવાળા, શ્રી. છેટાલાલ નરભેરામ, શ્રી. નવલરામ લક્ષ્મીરામ, વડોદરાનરેશ શ્રી. સયાજીરાવ વગેરે તેમના સમકાલીન વિદ્વાનોએ તેમની કવિતાને તે કાળે વખાણેલી અને ઈનામ-અકરામ દ્વારા તેમની કદર કહેલી.
કવિ બુલાખીરામનું પ્રથમ લગ્ન તેમની ૧૧ વર્ષની વયે અને બીજું લગ્ન સં. ૧૯૩૦માં ૨૨ વર્ષની વયે વ્યાસ હરિભાઈ લલ્લુભાઈનાં પુત્રી વીજ કેર સાથે થએલું. વડોદરા રાજ્યની ન્યાયખાતાની અને રેવન્યુખાતાની નોકરીમાં તે નવસારી, કઠેર અને મહુવા તાલુકામાં રહેલા હતા. તેમણે હિંદનાં સૃષ્ટિસૌંદર્યનાં કેટલાંક સ્થળો, પહાડ, વગેરેને પ્રવાસ કર્યો હતો. પિતાની ઔદિચ્ય જ્ઞાતિમાં સુધારા કરાવવાને તેમણે એક સભા સ્થાપેલી
અને તે માટે પણ કેટલીક કવિતાઓ લખેલી. સં. ૧૯૪૨ માં માત્ર ત્રીસ વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.
ડે. ભગવાનલાલ ઇંદ્રજી ડે. ભગવાનલાલ ઈદ્રજીને જન્મ તા. ૭-૧૧-૧૮૩૯ ના રોજ જૂનાગઢમાં થયે હતો. તે ન્યાતે પ્રથનેરા હતા. તેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ જ શાળામાં બેસીને લીધું હતું, પરંતુ શાસ્ત્રપારંગત પિતા તથા ભાઈ પાસે સંસ્કૃતિને અભ્યાસ કરેલો તે એમને ભાવિ જીવનકાર્યમાં ખૂબ ઉપયોગી નીવડ્યો હતે.