Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
ગિરનાર જતાં આવતાં તેની તળેટીમાં પડેલા અશોકના શિલાલેખ ઉકેલવાની તેમને પ્રેરણું થઈ અને જેમ્સ પ્રિન્સેપે છપાવેલા બ્રાહ્મી લિપિના મૂળાક્ષરની કાગળ ઉપર નકલ ઉતારી લઈ તેની મદદથી એ લેખો તેમણે ઉકેલવા માંડવ્યા. કાઠિયાવાડના પોલીટીકલ એજંટ કર્નલ લંગ અને મુંબઈના પુરાવિદ ડે. ભાઉ દાજીને પ્રોત્સાહનથી પિતે કરેલા શિલાલેખેના ઉકેલ લઈ તે ઈ. સ. ૧૮૬૧ માં મુંબઈ ગયા, જ્યાંની રોયલ એશિયાટિક સોસાયટીમાં એમણે કરેલો ઉકેલ માન્ય થયું. એ નાના પંડિત જેવો દુર્લભ સહકારી મળી આવવાથી ડે. ભાઉ દાજીએ તેમને ૧૯૬૨ માં મુંબઈમાં બોલાવી લીધા.
એ જ વર્ષમાં અજંતા જઈને પિતાના બધા અંગ્રેજ પુરોગામીઓના કરતાં ગુફાના લેખની વધુ શુદ્ધ નકલો તે ઉતારી લાવ્યા અને ૧૮૬૩ માં નાસિક, કાર્લી, ભાજ, જુન્નર, નાનાઘાટ વગેરેની ગુફાઓના લેખ ઉકેલી જેસલમેરના જૈન ભંડારોના દુમિલ ગ્રંથોની નકલો કરવા તે ગયા. ત્યાં સતત ભેજમાં કામ કરવાથી તે ટાઈફોઈડની બિમારીને ભેગી થઈ પડ્યા. બાદ ડે. ભાઉદાજીએ તેમને બંગાળ, ઉત્તર હિંદ અને વાયવ્ય પ્રાંતમાં પડેલી અઢળક પુરાસામગ્રી તપાસવા મોકલ્યા. નાગપુર, જબલપુર, અલાહાબાદ, બનારસ, ભિટ્ટા, મથુરા, દિલ્હી આદિ સ્થળે ખૂબ રખડીને તે ૧૮૬૮ માં પ્રાચીન સિક્કાઓ તથા લેખસામગ્રી મેળવી લાવ્યા. નાણુને અભાવે તે બરાબર પ્રવાસ કરી શક્યા નહિ એમ જોઈને ડો. ભાઉ દાજીએ તેમને રાજ્યના એક અમલદાર તરીકે માસિક રૂા. ૨૦૦ ના પગારથી રખાવ્યા અને વધુ મુસાફરીની સગવડ કરાવી આપી. ૧૮૭૧ થી ૧૮૭૪ સુધીમાં તેમણે આખા હિંદનાં બધાં મુખ્ય શહેરો જોઈ લીધાં અને છેક નેપાળ સુધી ઘૂમી આવ્યા. તે માત્ર શુષ્ક પુરાવિદ નહિ પણ પુરાજ્ઞાનપિપાસુ હોઈ સફર દરમિયાન પુરાતત્વ ઉપરાંત પ્રાંતે પ્રાંતના રીતરીવાજ, ભાષા, પહેરવેશ, ધર્મ વગેરેનું જ્ઞાન મેળવતા અને તેની નેંધ રાખતા.
૧૮૭૪ માં છે. ભાઉ દાજી અવસાન પામ્યા, પણ ભગવાનલાલભાઈએ પિતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. મળેલી સામગ્રી ઉપરથી ઇતિહાસ નિર્માણ કરવાની એમની શક્તિ અજબ હતી. અસંભવિત મનાતી ક્ષેત્રની વંશાવલિ માત્ર સિક્કાઓને જ ઉકેલીને એમણે સળંગ છ આપી હતી. ખારવેલના અધરા મનાતા લેખ થોડા વખતમાં ઉકેલીને એમણે જે નિર્ણય આપ્યા હતા તેમાં હજીસુધી કેઈ કશે ફેરફાર દર્શાવી શક્યું નથી. પરદેશમાં પણ તેમની કીર્તિ પ્રસરી હતી. ડે. બર્જેસ, પીટર્સન અને કૌડિન્ટન