Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ
સ્વ. ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ ( સેાલીસીટર ) ના જન્મ સંવત ૧૯૦૧ ના શ્રાવણ સુદી ૧૧ ના રાજ અમદાવાદ જીલ્લાના તેમના વતન ભુવાલડી ગામે થયા હતા. તેમના પિતાનું નામ નાનાભાઈ રાજારામ ભટ્ટ હતું. તેમનાં માતુશ્રીનું નામ કૃષ્ણામાઈ હતું. ન્યાતે તે રાયકવાળ બ્રાહ્મણુ હતા. તેમનું લગ્ન સાણંદમાં મહાનંદ ભટ્ટનાં પુત્રી રેવાબાઈ સાથે થયું હતું. તેમને કાંઈ સંતાન થયાં નહોતાં.
કર
ભુવાલડીમાં પ્રાથમિક કેળવણી લેવાની સાથે તેમણે થાડું સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું હતું. ત્યારપછી અમદાવાદમાં તે માધ્યમિક કેળવણી લેવા આવ્યા હતા અને મધુકરી કરીને તથા ટયુશન કરીને ચાર-પાંચ ધારણ જેટલું અંગ્રેજી જ્ઞાન સંપાદન કર્યું હતું. ત્યારપછી તે શેઠ દલપતભાઈની મુંબઈની પેઢીમાં નાકરી કરવા ગયા હતા. હિસાખી કામના સારા જાણુકાર હેાવાથી તેમને ત્યારપછી સુરતની બેન્કમાં નાકરી મળા હતી. ત્યાંથી તે પાછા મુંબઈમાં મેસર્સ જાકરસન અને પેન સેાલીસીટરાની પેઢીમાં મેનેજિંગ ક્લાર્ક તરીકે આવ્યા હતા. સાહેબના ઉત્તેજનથી તેમણે અભ્યાસ કરીને હાર્કાર્ટ વકીલની પરીક્ષા પસાર કરી હતી અને તેમાંથી આગળ વધીને તે સને ૧૮૭૫-૭૬ માં સેાલીસીટર થયા હતા. આ બધા ખાનગી અભ્યાસ તથા પરિશ્રમના પ્રતાપ હતા. લોકમાન્ય તિલક સામેના સરકારના ક્રેસમાં બચાવ પક્ષ તરફથી લડવા કાઈ તૈયાર નહતું, ત્યારે તે માટે ભાઈશંકરભાઈ તૈયાર થયા હતા. ધંધામાં તેમણે પુષ્કળ દ્રવ્ય સંપાદન કર્યું હતું. મેળવેલા ધનનેા સદુપયેાગ પણ તેમણે અનેક કાપયેાગી સંસ્થાઓને મેટાં દાના આપીને કર્યાં હતા. સેાલીસીટરના ધંધામાંથી નિવૃત્ત થઈને તે કેટલાક વખત અમદાવાદમાં રહ્યા હતા, જ્યાં તેમણે અમદાવાદ મ્યુ. ના પ્રમુખ તરીકે અને ગુ. વ. સાસાયટીના પ્રમુખ તરીકે થોડા-થોડા વખત કામ કર્યું હતું. તા. ૬ઠ્ઠી મે ૧૯૨૦ને રાજ મહાબળેશ્વરમાં તેમનું અવસાન થયું હતું.
ધર્માંદા અને વિદ્યાવૃદ્ધિનાં કાર્યોમાં તેમણે પુષ્કળ ધનના વ્યય કર્યાં હતા. પિતાને નામે તેમણે રાયપુરમાં ‘ નાનાભાઈ ગુજરાતી શાળા ' વિશાળ મકાન બંધાવી આપ્યું છે. ‘ અમદાવાદ સંસ્કૃત પાઠશાળા 'ને એક મકાન અર્પણ કર્યું છે. માતાને નામે અમદાવાદમાં સ્મશાનભૂમિમાં લાયબ્રેરી અર્પણ કરી છે. તે ઉપરાંત જમાલપુરમાં સપ્તર્ષિના આરા અને સ્મશાનની પડાળીએ તેમણે બંધાવી આપી છે. પત્નીને નામે અમદાવાદ