Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું એમના જીવનઘડતરમાં માટા ફાળા આપ્યા હતા. એ ઉપરાંત સ્વામી મસ્તરામજીએ એમના જીવન પર સારી અસર કરેલી. ભાવનગરના ત્રણે મહારાજા–શ્રી. તખ્તસિંહૅજી, ભાવસિંહુજી તથા કૃષ્ણકુમારસિહજી, ત્રણે દિવાને શ્રી. સામળદાસ, શ્રી. વિઠ્ઠલભાઈ અને સર પ્રભાશંકર, તેમજ કર્નલ જોરાવરિસ હજી અને ગેાહેલ હરિસંહજીની પણ એમના જીવન પર અસર પડી હતી.
કાવ્યશાસ્ત્ર, પિંગળશાસ્ત્ર, રસશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, જ્યાતિષ તેમજ ખગાળશાસ્ત્ર એ એમના અભ્યાસના પ્રિય વિષયા હતા અને કાવ્યશાસ્ત્રની પ્રાચીન પ્રણાલિ પર તેમજ ચારણી તમે એમણે ધણા ગ્રંથા રચ્યા છે. એ ઉપરાંત તેઓ જૂની ચારણી ઢબના સમર્થ વાર્તાકાર હતા.
રાજ્યમાં તેમનું સારું માન હતું અને પેાતાની જ્ઞાતિની પણ એમણે સારી સેવા બજાવી છે. ભાવનગર તાખાનાં ચારણેાનાં બધાં ગામાને તેમણે વારસાહક અપાવ્યા, અને ૧૯૩૫માં ભાવનગરમાં શ્રી. કૃષ્ણકુમારસિ’હજી ચારણી વિદ્યાલય'ની સ્થાપના કરી. તેની કદર તરીકે કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતની સમગ્ર ચારણ જ્ઞાતિએ તેમને માનપત્ર આપેલું. ૧૯૮૮માં ભાવનગર યુવરાજશ્રીના જન્મપ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એમને શેઢાવદર ગામ વંશપરંપરા અક્ષિશ કર્યું. સંવત ૧૯૯૫ના ફાગણ સુદ ૧૪ ને શનિવાર તા. ૪થી માર્ચ ૧૯૩૯ના રોજ ભાવનગરમાં એમનું અવસાન થયું. એમના અવસાન બાદ શ્રી. ઝવેરચંદ મેધાણીએ તા. ૧૦-૩-૩૯ના ‘ફુલછાબ' તથા તા. ૯-૩-૩૯માં ‘જન્મભૂમિ’માં લખેલા અંજલિલેખા તથા શારદા'માં શ્રી. ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયાએ લખેલા લેખેામાં એમના જીવનવિષયક માહિતી પ્રકટ થઈ છે. એમના ગ્રંથાઃ—
તખ્તપ્રકાશ, ભાવભૂષણ (અલંકાર ગ્રંથ), કૃષ્ણકુમાર કાવ્ય, શ્રી. સત્યનારાયણની સંગીતમાં કથા, હરિરસ (ટીકા સહિત), સુજાત ચરિત્ર સતી મણિ (નવલ), સિર આખ્યાન, સુખેાધમાળા, પિગળ કાવ્ય ભાગ ૧-૨, કૃષ્ણ બાળલીલા, ચિત્ત ચેતાવની, પિંગળ વીરપૂજા.
પુરુષાત્તમ વિશ્રામ માવજી
પ્રાચીન ઈતિહાસના અભ્યાસી, પ્રાચીન ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીમાં આપણા ઈલાકાને અજોડ તથા સમૃદ્ધ સંગ્રહ એકઠો કરનાર અને સાહિત્ય તેમજ કલાપ્રચાર માટે સક્રિય પ્રયત્ન કરનાર આ ગર્ભશ્રીમંત ગૃહસ્થના જન્મ ઈ. સ. ૧૮૭૯ ના નવેમ્બરની ૧૧ મી તારીખે, સંવત