Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ થકારે (૪) સુરસાગરની સુંદરી
વિ. સં. ૧૯૬૦ (૫) શિવાજીનો વાઘનખ
૧૯૬૨ (૬) માનવ ધર્મમાલા
૧૯૬૨ (૭) સંધ્યા યાને મરાઠા રાજ્યને સૂર્યાસ્ત , ૧૯૬૫ (૮) રણયજ્ઞ યાને પચીસ વર્ષનું યુદ્ધ , ૧૯૭૫ (૯), નીતિવચન
૧૯૭૮ (૧૦) વાઘાત યાને વિજયનગરનો વિનાશકાળ,, ૧૯૭૯ (૧૧) ચાર સંન્યાસી (૧૩) વતનપત્રં, નિવાપ (મરાઠી) (૧૪) કેફિયત્સ અને યાદીઝ - (૧૫) નેટિવ એડમિનિસ્ટ્રેટિવ જીનીઅસ ઓફ નાઈટીન્થ સેન્યુરી
(અંગ્રેજી) (૧૬) વેટ લિટરેચર ડૂ વી વેન્ટ (૧૭) શિવાજીનું સ્વરાજ્ય (૧૮) ધી ઈન્ડિયન સ્પે સ સીરીઝ ૧, ૨, ૩ ,
પૃથુલાલ હરિકૃષ્ણ શુકલ સ્વ. પૃથુલાલ હરિકૃષ્ણ શુક્લને જન્મ તા. ૧૯-૯-૧૮૫ને રોજ થએલો. તે મૂળ નડિયાદના વતની હતા, અને બાજ ખેડાવાળ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ હરિકૃષ્ણ મોતીલાલ શુકલ અને માતાનું નામ પ્રસન્નબા. તેમણે લગ્ન કર્યું નહોતું.
- તેમના દાદા નડિયાદના સ્ટેશનમાસ્તર હતા તેથી તેમનું વતન નડિયાદ થએલું. તેમના પિતા હરિકૃણુ સુરત જીલ્લામાં પિસ્ટ માસ્તર હતા એટલે તેમના પિતા સાથે બાલ્યાવસ્થા સુરત જીલ્લામાં તેમણે ગાળી હતી. પ્રાથમિક કેળવણી તેમણે ચીખલી અને ગણદેવીમાં લીધી હતી. માધ્યમિક કેળવણી પણ એ જ જીલ્લાનાં જુદાં જુદાં ગામમાં અંગ્રેજી ૬ ધોરણ સુધી લીધી હતી. પંદરથી અઢારમા વર્ષ સુધી તે સુરત જીલ્લામાં રહેલા. એ વખતે પિતાનું અવસાન થતાં તે નેકરી માટે એક વર્ષ સુધી મદ્રાસ, કલકત્તા, રંગુન, રામેશ્વર વગેરે સ્થળે ફર્યા અને ત્યાંથી તેમને સુરત તેડી લાવવામાં આવ્યા. ત્યાંથી ૨૧મા વર્ષે તે નડિયાદ આવ્યા.
નડિયાદમાં થોડો વખત તેમણે અંત્યજશાળામાં કામ કર્યું. સને ૧૯૧૦ના અરસામાં તેમણે છોટાલાલ પરીખ અને શંકરલાલ શુક્લની સાથે