Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચર્તિાવલિ-વિદેહ ગ્રંથકારે
નારાયણશંકર દેવશંકર વૈદ્યશાસ્ત્રી એકલા ગુજરાતમાં જ નહિ પણ ક્રમશઃ દેશભરમાં વિદ્વાન વૈદ્યશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠા સ્થાપનાર અમદાવાદના આ વિદ્યશાસ્ત્રીને જન્મ રાયકવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં, અમદાવાદના સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સેવકરામ જેમણે “સત્સંગ જીવન’ નામના પુસ્તક ઉપર સંસ્કૃત ટીકા લખી છે એવા પ્રસિદ્ધ પ્રપિતામહના કુટુંબમાં, સંવત ૧૯૩૦ ના ભાદરવા સુદ પાંચમના રોજ, ચરોતરમાં આણંદ પાસે આવેલા જોર ગામે થયો હતો. એમના પિતા દેવશંકર શાસ્ત્રી પણ વિદ્યાવ્યાસંગી અને પ્રાચીન શાસ્ત્રના અભ્યાસી હતા. એમની માતાનું નામ દુર્ગાબાઈ.
ગુજરાતી ત્રણ ચેપડીને અભ્યાસ અમદાવાદમાં કરીને તે વડેદરામાં રાજકીય સંસ્કૃત પાઠશાળામાં વ્યાકરણ સાહિત્ય અને ધર્મશાસ્ત્રના અભ્યાસ માટે ગયા. ઘરની સ્થિતિ ઘણી સાધારણ હોવાથી ત્યાં ભિક્ષાદેહિ કરીને જ નિર્વાહ ચલાવતા અને ભણતા; પણ બુદ્ધિ તેજસ્વી હોવાથી અભ્યાસમાં ઉત્તમ નંબરે પાસ થતા ગયા અને વડોદરા રાજ્ય તરફથી તેમને શ્રાવણ માસ દક્ષિણ મળતી ગઈ. ત્યાં ત્રણે શાસ્ત્રનો અભ્યાસ પૂરો કરી તે વ્યાકરણના અભ્યાસ માટે કાશી ગયા, અને ત્યાંની ઉત્તમ પરીક્ષા પસાર કરી અમદાવાદ આવ્યા; બાદ સં. ૧૯૪૬માં ચાતરના પ્રસિદ્ધ પુરાણી અને સમર્થ વૈદ્ય રાજારામ બાપુજીનાં મોટાં પુત્રી જીવકાર જોડે એમનું લગ્ન થયું. લગ્ન બાદ ફરી એમણે જયપુર રાજકીય આયુર્વેદ પાઠશાળામાં વૈદકનો અભ્યાસ શરુ કર્યો અને તે સંપૂર્ણ કરી અમદાવાદમાં આવીને “આયુર્વેદ ચિકિત્સાલય' નામનું દવાખાનું સ્થાપ્યું, તે સાથે જ આયુર્વેદ પાઠશાળા પણ સ્થાપી. ક્રિયા અને કુશળતા બંને હોવાથી દવાખાનાની પ્રવૃત્તિ વધતી ગઈ અને અમદાવાદના તે લોકપ્રિય વૈદ્ય થઈ ગયા.
પણ ધંધા ઉપરાંત વિદ્યાવ્યાસંગ અને વૈદ્યસમાજની ઉન્નતિ એ બે પ્રિય પ્રવૃત્તિઓ એમણે જીવનભર ચાલુ રાખી. ૧૯૧૧ માં અમદાવાદમાં સ્થપાઈને બંધ પડેલી સ્થાનિક વૈદ્યસભાને પુનર્જીવિત કરી તેના મંત્રી, પ્રધાન અને માનદ પ્રમુખ પિતે થયા; ગુજરાત પ્રાંતના વૈદ્યોનું સંગઠન કરી ઈ. સ. ૧૯૨૫માં તેનું પહેલું સંમેલન અમદાવાદમાં ભર્યું. મુંબઈમાં ભરાએલા તેના બીજા સંમેલનના અધ્યક્ષસ્થાનેથી આપેલા મનનીય વ્યાખ્યાનના ઊંડા જ્ઞાનથી તેમણે એવી છાપ પાડી કે ત્યાંની પ્રભુરામ આયુર્વેદિક કોલેજે એમને પ્રાણુચાર્યની ઉપાધિ એનાયત કરી. કરાંચીમાં ભરાએલા ઓલ ઇડિયા વૈદ્ય-સંમેલનમાં “સ્વસ્થ-સંભાષા’ પરિષદના તેમજ ૧૯૩૧માં