Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકાર સિંહ, ભક્ત કુટુંબ, કબીરવિજય, તુકારામ, નટી નટવર, ભક્તિવિજય, નાગર ભક્ત, બિલ્વમંગળ અથવા સુરદાસ, શહેનશાહ અકબર,ગકન્યા.
કવિ નથુરામે બે લગ્ન કરેલાં. એક લુણસરમાં બાઈ રળિયાત સાથે અને બીજું વાલાસણમાં સં. ૧૯૫૯માં બાઈ ગોદાવરી સાથે. પ્રથમ લગ્નથી તેમને બે પુત્રીઓ થએલી, ઉમયા અને કમળા. બીજી પત્નીથી તેમને પુત્ર થએલે જેનું નામ ઉત્તમરામ છે. કવિએ આ બે લગ્ન ઉપરાંત એક ત્રીજું પ્રેમલગ્ન ભાવનગરમાં પાર્વતીબાઈ નામનાં એક સધવા બાઈ સાથે કરેલું. આ માટે તેમને ન્યાતબહાર મૂકવામાં આવ્યા હતા. પાછળથી તેમને ન્યાતમાં લેવામાં આવ્યા હતા. આ પ્રેમલગ્નની એ સફળતા હતી કે સપત્નીનાં ત્રણે બાળકોને પાર્વતીબાઈએ પાછળથી પિતાની હૂંફમાં લઈને ઊછેરેલાં. કવિ નથુરામ સંવત ૧૮૭૯માં વાંકાનેરમાં ૬૧ વર્ષની વયે અવસાન પામ્યા હતા.
નલિનકાન્ત નરસિંહરાવ દિવેટિયા અમદાવાદમાં વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં સદ્ગત સાક્ષરવર્ય નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાને ત્યાં ઈ. સ. ૧૮૮૮ના ઓગસ્ટની ૨૫મી તારીખે એમને જન્મ થયે હતો. એમનાં માતાનું નામ સૌ. સુશીલા.
પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં અને માધ્યમિક મુંબઈમાં લઈ તેઓએ મુંબઈમાં વિકટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઈન્સ્ટીટયૂટમાં ઇલેકટ્રિકલ એજીનીઅરિંગને અભ્યાસ કર્યો હતો; પણ વિદ્વાન પિતાના વિદ્યાવ્યાસંગી વાતાવરણથી એમનું માનસ સાહિત્યસેવી બન્યું હતું.
એ આશાસ્પદ યુવાનની એક જ કતિ “ નૂરજહાં” ગુજરાતી સાહિત્યને મળી–ન મળી ત્યાં ૨૭ વર્ષની ભરજુવાન વયે મુંબઈમાં ઈ. સ. ૧૯૨૫ ના માર્ચ માસની બીજી તારીખે એમનું અવસાન થયું. તેઓ અપરિણીત જ હતા.
નારાયણ મોરેશ્વર ખરે દક્ષિણના સતારા જિલ્લાના તાસગાંવ નામના ગામમાં એમને જન્મ થએલો. મૂળ એ કંકણના રત્નાગિરિ જિલ્લાના ગુહાગર ગામના કેકણસ્થ બ્રાહ્મણ. એમના પિતાનું નામ મોરેશ્વર નાગેશ ખરે અને માતાનું નામ સરસ્વતી હતું. એમનું લગ્ન કરાડ ગામે ઇ. સ. ૧૯૦૬ માં થએલું.