Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારો
દોલતરામ કૃપારામ પંડયા સ્વ. દેલતરામ કૃપારામ પંડ્યાને જન્મ સં. ૧૯૧૨ ના ફાગણ સુદ ૨ (ઈ. સ. ૧૮૫૬)માં થએલો. તેમનું વતન નડીયાદ હતું. તેમના પિતાનું નામ કૃપારામ અંબાદત્ત પંડળ્યા અને માતાનું નામ હરિલક્ષ્મી હતું. ન્યાતે તે વડનગરા નાગર બ્રાહ્મણ હતા. તેમનાં પત્ની આરતલક્ષ્મી નડીયાદનાં હતાં. તેમને કાંઈ સંતાન નહોતાં.
તેમણે પ્રાથમિક તથા માધ્યમિક કેળવણું અનુક્રમે નડીયાદની પ્રાથમિક શાળામાં અને ત્યાંની ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં લીધી હતી. ઉચ્ચ કેળવણી લેવા માટે તે મુંબઈની એલ્ફીન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. તે કૉલેજમાંથી તે બી. એ. ના બીજા વર્ષમાં ઉઠી ગયા હતા કારણકે તે અરસામાં પિતાનું અવસાન થવાથી તેમના શિરે કુટુંબને ભારે પડ્યો હતો.
નાની વયમાં કુટુંબનો ભાર માથે પડળ્યા છતાં આપબળે તે સારી રીતે આગળ વધ્યા હતા. શરૂઆતમાં થોડાં વર્ષ તેમણે વકીલાતને વ્યવસાય કર્યો હતો. શ્રી. માધવતીર્થ સાથે તેમણે એક વાર શાસ્ત્રાર્થને વિવાદ કરેલો. વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના તમે ગુણ આચાર્ય સામે તેમણે બંડ ઉઠાવ્યું હતું અને છેવટે તેને પદભ્રષ્ટ કરાવી નવા આચાર્યની નીમણુક કરાવી હતી. ત્યારપછી તે લુણાવાડા રાજ્યના દિવાન નીમાયા હતા. ત્યાં ૧૩ વર્ષ સુધી તેમણે નોકરી કરીને યશસ્વી કારકીર્દી સાથે જીવન પૂરું કર્યું હતું. સંવત ૧૯૭૨ ના કાર્તિક વદી ૮ (તા. ૩૦-૧૧-૧૯૧૫) ને રાજ તેમનું અવસાન નડીયાદમાં થયું હતું.
ઇતિહાસ, ફોસ્ફી અને સાહિત્ય એ તેમના અભ્યાસના પ્રિય વિષય હતા. ભાગવત અને બિન તથા ઇસ્કીલસનાં પુસ્તકે તેમનાં પ્રિય પુસ્તકે હતાં. સ્વર્ગસ્થ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને તે પોતાના સાહિત્યગુર માનતા. તેમની સંસ્કૃતપ્રચુર લેખનશૈલીને વારસો જાણે સ્વ. દોલતરામ પિંડયાને મળ્યું હોય એમ તેમની કૃતિઓ ઉપરથી જણાઈ આવે છે. તેમને પ્રથમ પુસ્તક “કુસુમાવલિ ” જે કાદંબરીની શૈલીની સળંગ કથા છે તે સને ૧૮૮૯માં બહાર પડયું હતું. ત્યારપછીનાં તેમનાં પુસ્તકે “છદ્રજિત વધ” (કાવ્ય), “સુમનગુચ્છ” ( કવિતાસંગ્રહ) અને “ અમરસત્ર નાટક” હતાં. છેલ્લું પુસ્તક ૧૯૦૨ માં બહાર પડેલું. તે ઉપરાંત તેમણે કેટલાક અંગ્રેજી અને ગુજરાતી લેખ લખેલા જેને સંગ્રહ પ્રસિદ્ધિ પામ્યો નથી.