Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુક દેવશંકર વૈકુંઠજી ભટ્ટ માત્ર ડાં પાઠ્ય પુસ્તકોના કે “ગુજરાત શાળાપત્ર' અથવા ગુજરાતી 'ના દીવાળીના અંકમાંના શિક્ષણવિષયક લેખોને લેખક તરીકે નહિ પણ ખાસ તે કાઠિયાવાડમાં એક ચારિત્ર્યશીલ આદર્શ શિક્ષક તરીકે જાણીતા દેવશંકરભાઈને જન્મ પ્રશ્નોરા બ્રાહ્મણ જ્ઞાતિમાં પચ્છેગામમાં સંવત ૧૯૧૪ ના માહ સુદ પાંચમ (વસંત પંચમી) ને રાજ થયે હતો. એમના પિતાનું નામ વૈકુંઠજી ગંગારામ ભટ્ટ અને માતાનું નામ જીવીબા નાનાભાઈ ભટ્ટ,
તળ પચ્છેગામની ગુજરાતી શાળામાં પ્રાથમિક અભ્યાસ કરી તે ભાવનગરની તાલુકા શાળામાં અને ત્યારબાદ રાજકેટ અને અમદાવાદની ટ્રેનિગ કોલેજોમાં આગળ અભ્યાસ કરવા ગયા. ત્યાં સ્વ. નવલરામભાઈ, સ્વ. રા. સા. મહીપતરામભાઈ અને સ્વ. દિ. બ. રણછોડભાઈ ઉદયરામના સંસર્ગમાં તેઓ આવતાં એ વિદ્વાનોની અસર એમના જીવન ઉપર ઉંડી થઈ અને એમને પગલે પોતે પણ જીવનભર શિક્ષણ અને સાહિત્યના વ્યવસાયમાં રહ્યા. - ઇતિહાસ, ભૂગોળ, પિંગળ અને ગણિત એ એમના અભ્યાસના પ્રિય વિષય હતા. ઈતિહાસ સંબંધે સંશોધન અને ગુજરાતી સાપ્તાહિકમાં તેમ જ સાહિત્ય પરિષદ સંમેલનમાં નિબંધો તથા લેખોનું લેખન એ એમની પ્રવૃત્તિ હતી. સ્વ. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર જેવા એમના ગઈ પેઢીને અનેક શિષ્યના જીવન પર એમનાં શિક્ષણ અને સૌજન્યશીલ ચારિત્ર્યની ઊંડી છાપ હતી.
અમદાવાદ જિલ્લામાં ભોળાદ ગામે સં. ૧૯૨૯માં એમનું લગ્ન થયું. એમનાં પત્નીનું નામ પાર્વતીબા. એમના મોટા પુત્ર સંતેષરામ ભાવનગર રાજ્યમાં ડોકટર છે અને બીજા પુત્ર ઉદયશંકર એ જ ટેટની રેલવેમાં નેકરી કરે છે. ઈ. સ. ૧૯૨૨ ના ઓગસ્ટની ૨૨ મી એ એમનું અવસાન થયું.
શ્રી. મુનિકુમાર મણિશંકર ભટ્ટે સંપાદિત કરેલા એમના લખેલા “શિહેરની હકીકત' નામક પુસ્તકના પ્રવેશકમાં, “છાત્રાલય” માસિકના ૧૯૩૭ ના એપ્રિલ અંકમાં તેમ જ એમના વિષે ગુજરાતી' પત્રે લખેલી અવસાન નોંધમાં એમના જીવન વિષયક હકીકતે આપેલી છે.
એમનાં પુસ્તક : ભાવનગરની ભૂગોળ (પાઠ્ય પુસ્તક) ઈ. સ. ૧૯૧૧ ભાવનગરને ઇતિહાસ
ઈ. સ. ૧૯૧૧ શિહેરની હકીકત
ઈ. સ. ૧૯૧૫ ભાગ્ય મહેદય (નાટક)