Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ તેમની પહેલી કવિતા પ્રેમ અને સત્કાર' સને ૧૮૯૬ માં છપાઇને ‘ચંદ્ર' તથા ‘કાવ્યમાધુર્ય'માં પ્રકટ થઈ હતી. તેમણે લખેલા કવિતાસંગ્રહા “કોાલિની’ (૧૯૧૨), ‘“સ્રોતસ્વિની” (૧૯૧૮), “નિર્ઝરિણી” (૧૯૨૧), “રાસતરંગિણી' (૧૯૨૩) અને “શૈવલિની” (૧૯૨૫) એ પ્રમાણે છે. “રાસતરંગિણી' ખૂબ જ લેાકપ્રિય થવાથી ગુજરાતે તેમના સારા સત્કાર કર્યાં હતા. તે ઉપરાંત તેમણે “લાલસિંહ સાવિત્રી” એ નામનું એક નાટક (૧૯૧૯) પણ લખેલું. “ મેઢમહેાદય નામના જ્ઞાતિપત્રનું તંત્ર તેમણે પાંચેક વર્ષ સુધી સંભાળેલું.
ઇ. સ. ૧૯૦૩માં ૩૩ વર્ષની વયે તેમનું લગ્ન થયું હતું. તા. ૭–૯–૧૯૨૪ ને રાજ ૫૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અવસાન સમયે તેમની સ્થિતિ ગરીબ જ રહી હતી. તેમની કવિતાસેવાની કદર કરીને ભાવનગર રાજ્યે તેમના કુટુંબને નાનું પેન્શન બાંધી આપ્યું છે.
J
""
દુર્લભ શ્યામ ધ્રુવ
સ્વ॰ દુર્લભજી શ્યામજી ધ્રુવના જન્મ સંવત ૧૯૧૭ ના ભાદરવા સુદી ૧૨ ને રાજ રાજકાટમાં થયા હતા. તે ન્યાતે દશા સારરક્રયા વિક હતા. તેમનાં માતુશ્રીનું નામ માનબાઈ હતું. તેમના પૂર્વજો જામનગરમાં જામ શ્રી રાવળની સાથે કચ્છમાંથી આવેલા. તેમના પિતાજી વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા અને ભક્તિનાં કાવ્યેાના અભ્યાસી હાવા ઉપરાંત નવાં પદે રચી જાણતા. એ વારસા શ્રી. દુર્લભજીને મળેશે.
શ્રી. દુર્લભજીભાનું પ્રાથમિક શિક્ષણ રાજકાટમાં થએલું. તેર વર્ષની વયે અભ્યાસકાળ દરમિયાન જ તેમને કવિતા રચવાના છંદ લાગેલા. અભ્યાસ આગળ વધે તે પહેલાં તેમના ઉપર કુટુંનિર્વાહના ભાર પડો હતા. તેમની કવિતારચના અને લેખનકાર્યના પહેલા ફળ રૂપે ‘સુલેાચના સતી આખ્યાન' તેમણે પેાતાની ૧૭ વર્ષની વયે પ્રસિદ્ધ કરેલું.
૨૩ વર્ષની વયે તે મુંબઈ આવ્યા અને સૌથી પહેલાં ‘મુંબઈ સમાચાર'માં પ્રૂફરીડરની નેકરીમાં જોડાયા. સ્વ. નારાયણુ હેમચંદ્રનાં પુસ્તકાની ક્લિષ્ટ ગુજરાતી ભાષા તેમને હાથે કેટલાક પ્રમાણમાં સુધરેલી. માતાના મૃત્યુથી તે પાછા જામનગરમાં આવ્યા અને ત્યાં ‘આર્ય પ્રખેાધ નાટકમંડળી’ સ્થાપી, જેને માટે તેમણે કેટલાંક દૃશ્ય નાટકા લખ્યાં. સં. ૧૯૪૩માં શ્રી, ઝ'ડુ ભટ્ટજીનેા તેમને મેળાપ થયા અને તેમની સલાહથી તેમણે વૈદ્યકને અભ્યાસ આરંભ્યા અને આગળ જતાં તેમણે ‘રસેશ વૈવિજ્ઞાન' નામનું