Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૮૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯.
કેવી રીતે ઉપયાગી બનાવી શકે તેનું પ્રેરક દર્શન પણ આ સંસ્કૃતિના સંગ્રહ કરાવે છે. નિરાડંબર, નિખાલસતા અને સંયમ એ એના લેખનના મુખ્ય ગુણા છે.
‘મારી જીવનસ્મૃતિ તથા નાંધાથી’ (સં. પુષ્પલતા પંડવા) : નિબંધે, વાર્તાઓ, કવિતાઓના વિવિધ પ્રયેાગા કરનાર સ્વ. કનુબહેન દવેનાં જીવનસંસ્મરણોને આ સંગ્રહ છે. તેમાં નિખાલસતા, ઊર્મિવશતા અને સારાં -માઠાં સંવેદનાની છાપ છે.--
‘દી. યા. રણછોડભાઇ ઉદયરામ શતાબ્દી સ્મારક ગ્રંથ' અનેક લેખકોના સહકારથી તૈયાર થયેલા છે. ‘રણપિંગળ'ના લેખક, ‘રાસમાળા'ના અનુવાદક, ‘લલિતા દુ:ખદર્શક' આદિ નાટકાના રચિયતા અને ખીન્ન સંખ્યાબંધ ગ્રંથાના કર્યાં દી. બા. રછેાડભાઇ ઉદયરામનું આંતર જીવન તેમના સાહિત્યાનુરાગથી જ પ્રકટ થાય છે. આ ગ્રંથમાં તેમના જીવનનાં અને તેમની કૃતિનાં સંસ્મરણા દ્વારા તે સમયના વાતાવરણની વચ્ચે તેમનું સાહિત્યરસિક વ્યક્તિત્વ ઊપસી આવતું જોઇ શકાય છે.
‘ગિજુભાઇને સ્મરણાંજલિ’ (સં. નાનાભાઇ ભટ્ટ તથા તારાબેન મેડિક) : બાલશિક્ષણશાસ્ત્રી સ્વ. ગિજીભાઈના અવસાન પછી તેમનાં સગાં, સ્નેહીઓ, વિદ્યાર્થીઓ અને સહકાર્યકર્તાએએ લખેલા ૬૦ રમરણલેખાને આ સંગ્રહ છે. તેમાં ગિજુભાઇના જીવનકાર્યની, તેમના વાત્સલ્યની, તેમની પ્રયાગસાધનાની અને તેમના વ્યક્તિત્વની પિછાન આપતા લેખેા મળી રહે છે. સમાન વાતાનું ઘેાડું પુનરાવર્તન પણ થાય છે. સળંગ જીવનચરિત્ર માટેની સામગ્રીરૂપ આ સંગ્રહ બન્યા છે.
‘પડચાજીને સ્મરણાંજલિ' (સં. શંકરલાલ પરીખ)માં પ્રસિદ્ધ રાષ્ટ્રકાર્યકર્તા સ્વ. મેાહનલાલ પંડયાની સંક્ષિપ્ત જીવનકથા સાથે તેમને આપવામાં આવેલી ભાવાંજલિએ છે.
‘દુર્લભ જીવન’ (સં. શાન્તિલાલ વનમાળી શેડ) : શ્રી દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરીના સ્મરણાર્થે જુદાજુદા લેખકાએ તેમને આપેલી અંજિલ, તેમના પરિચયનાં સંસ્મરણા અને તેમની વિવિધ પ્રવૃત્તિએનું દર્શન આ પુસ્તક કરાવે છે. સ્થા. જૈન સમાજના એક સહૃદય દૃષ્ટિવાળા સજન, ખંતીલા કાર્યકર, સંસ્કારી વ્યક્તિત્વવાળા એ હતા એવી છાપ આ પુસ્તકમાંની વીગતા પાડે છે.
‘કિવચિરત ભાગ ૧-૨' (કેશવરામ કાશીરામ શાસ્ત્રી) : સંશેાધકને છાજે તેવી ઝીણવટ અને નિષ્પક્ષપાતયુક્ત રીતે મધ્ય કાળના ગુજરાતી