Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું બાલ્યાવસ્થાના ઘેાડે। સમય ગયા પછી અનવરમીયાંનું ધ્યાન વિદ્યાભ્યાસ તરફ અને પછી ધર્મ તરફ વિશેષ આકર્ષાયું હતું. જેમ જેમ શ્વર પ્રત્યે પ્રેમ વધવા લાગ્યા તેમ તેમ સંત, સાધુ, સંન્યાસી, યતિ, પીર, ફકીર વગેરે વૈરાગ્યવાન પુરુષાના સમાગમ તેમને વધુ આકર્ષવા લાગ્યા. પરિણામે ઈશ્વરપ્રેમના આવેશમાં તે વધુ એકાંતવાસ સેવતા થયા. જ્યારે તેમની ખાર વર્ષની વય હતી ત્યારે સિંધ તરફથી એક પ્રેમમસ્ત સૈયદ સાહેબ વિસનગરમાં આવેલા, તેમની સેવામાં અનવરમીયાં ખૂબ રચ્યાપચ્યા રહેવા લાગ્યા. તે સૈયદે અનવરમીયાંને પ્રભુપ્રેમના રંગ ખૂબ ચડાવ્યા.
ત્યારપછીથી અનવરમીયાં જંગલમાં કે કમરસ્તાનમાં રહી એકાંતવાસ સેવતા, પ્રભુધ્યાનમાં મગ્ન રહેતા અને કઠિન તપશ્ચર્યાં કરતા. ખે ત્રણ દિવસે એક વાર ખાતા. પાછળથી તેમને સ્નેહી સંબંધીએ તથા ભકતા ગામમાં લઈ આવ્યા અને તેમને આગ્રહ કરીને કાળવાડાની એક જૂની મસ્જી૪માં રાખ્યા. સંસાર વ્યવહારનાં બધાં કામેાના ત્યાગ કરીને તે ત્યાં રહીને પ્રભુભજન કરતા. સંવત ૧૯૩૭ માં તે મક્કા અને મદીના જર્જીને હજ કરી આવ્યા. તેમના પેાતાના મકાન પાસે એક જૂની મસ્જીદ હતી તે તેમણે નવી બનાવી અને ત્યાં રહી તે આત્મકલ્યાણનાં અને પરાપકારી કાર્યો કરવા લાગ્યા. ત્યાં શિષ્યા અને ખીજાએ પેાતાના સ્વાર્થી અભિલાષા તૃપ્ત કરવાને તેમને કંટાળા આપવા લાગ્યા એટલે તેમણે ઢેડવાડાની પાસે એક મકાન રાખ્યું અને ત્યાં રહેવા જવાના વિચાર કર્યાં પણ શિષ્યાના આગ્રહથી એ વિચાર તેમણે પાછળથી બંધ રાખ્યા.
અનવરમીયાં ષગ્દર્શનના જાણકાર તથા યેાગવિદ્યામાં પારંગત હતા અને પ્રેમભક્તિનાં કાવ્યા તથા ભજના સરસ લખતા તે તેમના એકના એક પુસ્તક “અનવરકાવ્ય” પરથી જાણી શકાય છે. તેમને કાર્તિ પ્રિય નહેાતી. તેમની કવિતા શેઠ મહાસુખભાઇ ચુનીલાલે સંપાદિત કરીને તેનું પુસ્તક પડતર ભાવે વેચવા બહાર પાડેલું જેની સંખ્યાબંધ આવૃત્તિઓ થઇ છે. તે સર્વે ધર્માં પ્રત્યે સમભાવ રાખતા. રામ-કૃષ્ણની સ્તુતિએ પણ તેમણે રચી છે. તેમને ગુર્દીનું દર્દ હતું. વિસનગરમાં તેમની બિમારી વધી એટલે શરીરત્યાગ કરવાને તે ચેડાં કપડાં સાથે પાલણપુર ગયા. ત્યાં નવા સાહેબે તેમને પેાતા પાસે રાખીને અનેક ઉપચારા કરાવ્યા પણ બિમારી મટી નહિ. સં. ૧૯૭૨ ના પાષ વદ ૨, તા. ૨૨-૧૦-૧૯૧૬ ના દિવસે તેમણે પાલણપુરમાં જ દેહત્યાગ કર્યાં. પાલણપુરમાં તેમની દરગાહ ઉપર સુંદર રાજો બનાવેલા છે અને ત્યાં દર વર્ષે ઉરસ ભરાય છે.