Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર ચરિશ્તાવલિ - વિદેહ ગ્રંથકારી
જેઠાલાલ ચીમનલાલ સ્વામીનારાયણ
સુ
ગણિતના અધ્યાપક તરીકે ગુજરાતમાં વિખ્યાત પ્રેા. સ્વામીનારાયણને જન્મ સં. ૧૯૪૦ ના ભાદરવા સુદ આઠમ ને શુક્રવાર, તા. ૨૮ મી ઑગસ્ટ ૧૮૮૪ના રોજ અમદાવાદમાં કડવા પાટીદાર જ્ઞાતિના એક ઉચ્ચ ધનિક કુટુંબમાં થયા હતા. ‘ બળવા' વખતે તેમના દાદા હરિવલ્લભદાસે મશરુના વેપારમાં ખૂબ કમાણી કરેલી. તેમના પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ મહાકાર.
પિતાને વેપાર પણ ધમધેાકાર ચાલતા હેાવાથી તેમનું બાળપણ બહુ સુખમાં ગયું અને અભ્યાસમાં પણ તેમણે કુશાત્ર મુદ્ધિને લીધે આગળ રહી સ્કાલરશિપેા અને ઈનામે લીધેલાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ ઇ. સ. ૧૮૯૯માં મૅટ્રિક થઈ ને તે ગુજરાત કૉલેજમાં દાખલ થયા ત્યારે આખી કોલેજમાં સૌથી નાના કોલેજિયન તે હતા. સંસ્કૃત અને ગણિતમાં તેજસ્વી હાવાથી તે તે વિષયના પ્રેા. આનંદશંકર અને દારુવાળાના તે પ્રિય શિષ્ય હતા. એમની મુરાદ તે આઈ. સી. એસ. માટે જવાની હતી, પણ પિતાને એકાએક વેપારમાં ખેાટ આવી અને એમના અભ્યાસ કાળમાં જ તે ઇ. સ. ૧૮૯૮ માં ગુજરી ગયા એટલે તે ખર ન આવી. ઈ. સ. ૧૯૦૦ માં ગુજરાત કૅલેજમાંથી પ્રીવિયસમાં પહેલા વર્ગમાં આવી, ઍરાડાલ સ્કૉલરશિપ મેળવીને તે મુંબઈ એલ્ફિન્સ્ટન કૅૉલેજમાં ગયા, અને ત્યાંથી ૧૯૦૩ માં વડેદરા કૉલેજમાં જઈ ખી. એ. થઈ ને ૧૯૦૪માં ત્યાંના ફેક્ષા થયા.
૧૯૦૫ માં એમ. એ. ના અભ્યાસ માટે તે પૂના ફર્ગ્યુસન કોલેજમાં ગયા, પણ મંદવાડને લીધે અભ્યાસ છેાડી પાછા આવવું પડયું. એક વર્ષ માંદગી ભાગવી ૧૯૦૬ માં તે અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રહ્યા, પણ ત્રણ જ માસમાં દાદાભાઈ જયંતીમાં ભાગ લેવાથી રાજીનામું આપ્યું, એક ખાનગી ગુજરાત હાઈસ્કૂલમાં શિક્ષક થયા, સ્વદેશી મિત્રમંડળ ' સ્થાપી અમદાવાદની પહેલી રાષ્ટ્રીય ચળવળમાં અગ્રણી કાર્ય કર્યું, ‘ ઉદ્દેાધન ' નામનું માસિક ચલાવ્યું અને ૧૯૦૭ માં સૂરતની મહાસભામાં જઈ આવી નાકરી છેાડી ફ્રી એમ. એ. ના અભ્યાસ આદર્યું. ૧૯૦૮ માં ચાંદાદના જાણીતા ગંગનાથ ભારતીય સર્વવિદ્યાલયમાં તે શિક્ષક તરીકે રહ્યા, પૂનામાં સિનિયર રેંગલર સર પરાંજપે પાસે ગણિતના અભ્યાસ માટે જઈ આવ્યા અને એમ. એ. માં પહેલા વર્ગમાં પહેલે નંબરે પસાર થયા.
>
5