Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ એમના જીવનવિષયક વિશેષ માહિતી સ્વ. “કલાપી'એ ભાવનગરના મહારાજા ઉપર એમનો પરિચય આપતે એક પત્ર લખેલો છે તેમાં મળે છે. એક આદર્શપત્ર તરીકે ગણાતો એ પત્ર “કલાપીના પત્રમાં છે.
એમનું પહેલું કાવ્યપુસ્તક “વિભાવરી સ્વમ' ઇ. સ. ૧૮૯૪ માં બહાર પડ્યું. તે પછી ઈ. સ. ૧૮૯૫ માં “મિત્રને વિરહ', ઈ. સ. ૧૯૦૧ માં સ્વરૂપ પુષ્પાંજલિ અને ઈ. સ. ૧૯૧૩ માં એમને વિશેષ ખ્યાત કરનાર કલાપી વિરહ' બહાર પડયું.
ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજર ગુજરાતના સુપ્રસિદ્ધ રસાયનશાસ્ત્રી સ્વ. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરને જન્મ સુરતની સુતાર જ્ઞાતિમાં અગ્રેસર લેખાતા ગજજર કુટુમ્બમાં ઈ. સ. ૧૮૬૩ના ઓગસ્ટ માસમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પૂરે કરીને તે ૧૬ વર્ષની વયે મેટ્રિક પાસ થયા હતા અને મુંબઈની એલ્ફીન્સ્ટન કેલેજમાંથી રસાયનશાસ્ત્રના પ્રશ્નપત્રમાં ૩૦૦ માંથી ૨૨૫ માર્ક મેળવી બી. એસ. સી. ની પરીક્ષામાં પહેલા વર્ગમાં પાસ થઈ કેલેજના ફેલ નીમાયા હતા. એ દરમિયાન એમ. એ. થઈને કાયદાને પણ થોડો અભ્યાસ તેમણે કર્યો હતો. તેમનું ધ્યેય હિંદમાં લોકહિતાર્થે વિજ્ઞાનને અને ખાસ કરીને રસાયનશાસ્ત્રને વિકાસ કરવાનું હોવાથી તેમણે આગળ અભ્યાસ મૂકી દીધા હતા, અને કરાંચીની સિંધ કૉલેજમાં રૂ. ૩૦૦ ના પગારથી પ્રાધ્યાપક તરીકેની નીમણુક જતી કરીને શ્રી. સયાજીરાવ ગાયકવાડને આશ્રયે રાસાયનિક ઉદ્યોગો ખીલવવાની તક મળે તેમ હોવાથી વડેદરા કોલેજમાં રસાયનશાસ્ત્રના પ્રાધ્યાપકની રૂ. ૨૦૦ ની નેકરી તેમણે સ્વીકારી હતી.
વડોદરા રાજ્યમાં તેમણે રાજ્યના રંગાટી ઉદ્યોગને અહેવાલ તૈયાર કર્યો, તેના અમલ માટે છાપકામ ને રંગાટી કામની પ્રયોગશાળા કાઢી અને મોટા પાયા પર હુન્નર ઉદ્યોગની સંસ્થાની યેજના ઘડી કાઢી, જે પરથી શ્રી. ગાયકવાડે ઈ. સ. ૧૮૯૦ ના જૂન માસમાં કલાભવનની સ્થાપના કરી. છે. ગજજર એ સંસ્થાના આચાર્ય નીમાયા અને ૧૮૯૬ સુધી તે સંસ્થાને આગળ વધારવાને તેમણે પુષ્કળ શ્રમ ઉઠાવ્યો. એ ઉપરાંત રંગાટની વિદ્યામાં પારંગત થવા માટે તે જર્મન ભાષા શીખ્યા અને એ જ્ઞાનના બળે રંગરહસ્ય' નામનું ત્રિમાસિક પત્ર પણ કાઢવા માંડયું. કલાભવન વિકાસ પામી ઉદ્યોગ-ધંધાની એક વિદ્યાપીઠ બને એ હેતુ બર લાવવા તે રાત