Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ વિદેહ ગ્રંથકારી
એમનું લગ્ન બે વખત થએલું: સંવત ૧૯૩૦ માં દીવાળીબાઈ સાથે અને સંવત ૧૯૪૫ માં ભાગીરથીબાઈ સાથે. બંને લગ્ન ભાવનગરમાં થયાં હતાં. સંતાનામાં સૌ. અનસૂયાબહેન અને સૌ, હીરાલક્ષ્મીબહેન એ એ પુત્રીઓમાંથી ખીજાં હાલ હયાત છે.
૨૪ વર્ષની વયે અમરેલીમાં એમને સ્વ. હરિલાલ હર્ષદરાય ધ્રુવની મુલાકાત થઈ. તેમણે વડાદરાના દીવાન મણભાઈ જશભાઈ ઉપર ભલામણુપત્ર લખી આપ્યા અને કવિએ સંભળાવેલી કવિતાઓથી ખુશ થઈ દીવાન સાહેબે તેમને કાઈ સારા લેખક પાસે આગળ અભ્યાસ તથા માર્ગદર્શન મેળવવા ભલામણ કરી, તેમજ માસિક સાડાબાર રૂપિયાની સ્કૉલરશિપ બાંધી આપી. સ્વ. હિરલાલ ધ્રુવની ભલામણથી કવિ ‘જિટલ’ (જીવનરામ લક્ષ્મીરામ દવે) પાસે ભાવનગરમાં જઈને કવિ રહ્યા. છએક માસ વીત્યે હરિલાલ ધ્રુવે તેમને ૪૦ રૂપિયાના દરમાયાથી વડાદરા રાજ્યમાં જૂના શિલાલેખાની નકલ કરવા માટે રોક્યા, પણ ટૂંક સમયમાં એ કામથી કંટાળી તે છેડી દઇને કરી તે ‘જિટલ' પાસે સાવરકુંડલા જવા નીકળ્યા. માર્ગમાં લાઠીમાં પોતાના સ્નેહી અંબાશંકર શુક્લને ત્યાં ઊતરતાં તેમની ભલામણથી કલાપીની મુલાકાત થઈ અને તે પછી કલાપી સાથેને સંબંધ ગાઢ થતા ગયા.
αγ
ઇ. સ. ૧૮૯૫માં કલાપીએ ગાદીએ આવતાં જ કવિને વર્ષાસન બાંધી આપ્યું તથા તેમની ભલામણથી ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ, વડિયાના દરબાર કલાપીમિત્ર ખાવાવાળાએ તથા કલાપીના જમાઈ રાજકોટ ટાર્કાર સાહેબ લાખાજીરાજે પણ તેમને વર્ષાસને બાંધી આપ્યાં જે તેમના જીવનપર્યંત ચાલુ હતાં.
આ દરમ્યાન, સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત) કોલેજમાં અભ્યાસ કરતા તે પેાતાના મેટા ભાઈ માધવજી રત્નજી ભટ્ટ (પ્રેા. રિલાલ ભટ્ટના પિતા) પાસે મહુવામાં વૅકેશન ગાળવા આવતા તેમનેા પણ કવિને પરિચય થયા, અને પાછળથી ભાવનગરમાં તે એટલા ધાડેડ થયેા કે કલાપીનું અવસાન થતાં કવિને જે આધાત લાગેàા તેમાં એ‘કાન્ત'ની મૈત્રીએ જ એમને સાચું આશ્વાસન આપ્યું. આ ઉપરાંત રાજકોટ ઠાકાર સાહેબે વર્ષાસન આંધી આપ્યા પછી કવિને વારંવાર ત્યાં જવાનું થતાં કવિ નાનાલાલ તથા ખેલવંતરાય ઠાàાર સાથે પણ એમને એવા જ પરિચય બંધાયા, જે એમના જીવનપર્યંત કાયમ રહ્યો હતા. સંવત-૧૯૭૯ ના આષાઢ સુદી ૧૫ ને શુક્રવાર તા. ૨૭ મી જુલાઇ ૧૯૨૩ના રાજ રાજકોટ મુકામે એમનું અવસાન થયું.