Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે એમણે કામ કરેલું. “સુન્દરી સુબેધ', આર્યવત્સલ, વાર્તાવારિધિ-સરસ્વતી’ ના તંત્રીમંડળમાં તેઓ હતા. ઇ. સ. ૧૯૦૩ થી ૧૯૧૭ સુધી ગુજરાતી પંચ સાપ્તાહિકના એ ઉપતંત્રી હતા. ચરોતર એજ્યુકેશન સોસાયટી તરફથી શ્રી. મોતીભાઈ અમીને બાળકો માટેનું સચિત્ર પત્ર બાલમિત્ર” કાઢવાની યોજના કરી એમના હાથમાં મૂક્યું અને ડાહ્યાભાઈએ એનાં શરનાં વર્ષોમાં તેની ખીલવણી કરી. જિંદગીના છેલ્લાં વર્ષોમાં તે કચ્છકેસરી' પત્રના ઉપતંત્રી હતા. ઈ. સ. ૧૯૦૨માં અમદાવાદમાં મળેલી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસમાં) - “પ્રજાબંધુ'ના પ્રતિનિધિ તરીકે પણ એમણે કામ કરેલું. '
અમદાવાદમાં એક કાળે સમાજ અને સાહિત્ય માટે ઊંચા પ્રકારનું કામ કરનાર “બંધુસમાજના સંપર્કમાં તેઓ છેક ૧૮૮૯ થી આવેલા અને છેવટ સુધી તેના સભ્ય હતા. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા તથા સાહિત્ય પરિષદના સંસ્થાપક સભ્યોમાં તથા તેના સહમંત્રીઓમાં પણ ડાહ્યાભાઈ હતા, અને પહેલી સાહિત્ય પરિષદના પ્રદર્શનને સફળ બનાવવાને યશ–ઘણે અંશે–એમને હતું. અમદાવાદના પત્રકારમંડળના તે ઉત્સાહી સભ્ય હતા, અને અવસાન પૂર્વે થોડાંક વર્ષ એમણે પિસા ફંડ તથા રાત્રિશાળાઓને અંગે પણ સારું કામ કર્યું હતું.
આ ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં પિતાની જ્ઞાતિ અને ગામની સેવા પણ એમણે ઓછી નથી કરી. વડનગરની સઘળી પ્રવૃત્તિના તે તેઓ પિતા અને નેતા હતા. ત્યાંની લાયબ્રેરી અને બોર્ડિગ એમના જ પરિશ્રમનું ફળ છે. વડનગરા કણબી હિતવર્ધક સભાના તેઓ સ્થાપક અને ઘણાં વર્ષો સુધી તેના પ્રમુખ હતા. ત્યાંની ખેડૂત સભામાં પણ એમની સેવાઓ મહત્ત્વની હતી. એક વખત તો એમને વડનગરની મ્યુનિસિપાલિટીના ઉપપ્રમુખ નીમવાની પણ માંગણું થએલી.
ઘણાં વરસ સુધી અનારોગ્ય પ્રકૃતિ રહેવા છતાં દિનચર્યા અને આહારવિહારમાં ખૂબ ચેકસ રહી તે તબિયત જાળવી રાખતા. એમનું સંસારજીવન પણ સામાન્ય હતું. એમનું પ્રથમ લગ્ન બાલ્યકાળમાં થએલ. તેઓ ત્રણ વખત પરણ્યા હતા અને ત્રીજી વખતનાં એમનાં પત્ની સંતાક બહેનથી એમને બે સંતાન થયાં હતાં. પુત્ર નિરંજન અને પુત્રી ચન્દ્રિકા. ઈ. સ. ૧૯૨૬ ના ડિસેમ્બરની ૨૨મી તારીખે “કચ્છકેસરી’ પત્રની ઓફિસમાં કામ કરતાં કરતાં જ એમના પર પક્ષાઘાતને હુમલો થયો અને એમનું બાવન વર્ષની વયે અવસાન થયું. તે પછી થોડાં વર્ષે એમનો પુત્ર નિરંજન પણુ અવસાન પામ્યો.
તે