Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
અનંતપ્રસાદ ત્રીકમલાલ વૈષ્ણવ સુપ્રસિદ્ધ ભક્ત નરસિંહ મહેતાના કાકા પરવતદાસથી અગીઆરમી પેઢીએ કહાનજી નામના વૈષ્ણવ થયા. તે રાધનપુરનાં રાણીસાહેબના કારભારી થએલા, અને તે કહાનજી બક્ષીને નામે ઓળખાતા. તેમના પુત્ર ત્રીકમલાલ તે શ્રી. અનંતપ્રસાદ વૈષ્ણવના પિતા. તે પણ રાધનપુરમાં જુદા જુદા અધિકારો ભોગવીને દિવાનની પદવીએ પહોંચેલા. તેઓ ન્યાતે વડનગરા નાગર હતા.
શ્રી. અનંતપ્રસાદનો જન્મ સંવત ૧૯૧૭ માં જેઠ વદ ૧૧ ને દિવસે થયો હતો. તેમનાં માતુશ્રીનું નામ ઋકિમણું હતું. ઘેર તથા પ્રાથમિક શાળામાં ગુજરાતી ૬ ધેરણ પૂરાં કરીને તેમણે ઘર આગળ ખાનગી રીતે અંગ્રેજી ત્રણેક ધોરણનો અભ્યાસ કરેલો. તે ગુજરાતી છઠ્ઠા ધોરણમાં પિંગળ શીખ્યા ત્યારથી તેમને દેહરા, ચોપાઈ અને જૂના ભક્ત કવિઓનાં પદોનું અનુકરણ કરીને નવાં પદે લખવાને રસ લાગ્યો હતો. હિંડોળાના સમયમાં રોજ નવું નવું હિંડોળાનું પદ બનાવીને તે ગાતા અને તેથી વૈષ્ણવ સમાજ પ્રસન્ન થતું. વધુ અંગ્રેજી ભણવા માટે તે વડોદરા ગયા. પણ ત્યાં તબિયત સારી નહિ રહેવાથી અમદાવાદ જઈને લગભગ મેટ્રિક સુધીને અભ્યાસ કર્યો. તે અરસામાં તેમનું લગ્ન થયું. - સં. ૧૯૩૫ માં તેમણે “હિમતવિજય” નામનું નાટક રચી પ્રસિદ્ધ કર્યું. તે સમયે તેમની વય ૧૭ વર્ષની હતી. આ નાટક જૂનાં વાચ્ય નાટકેમાં પ્રથમ પંક્તિમાં આવે તેવું અને સાત અંકમાં લખાયેલું છે.
સંવત ૧૯૪૧માં અને સંવત ૧૯૪૫માં એમ બે વાર તેમણે ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતનાં તીર્થસ્થાનોની યાત્રા કરી હતી. સં. ૧૯૪૪ માં તેમને રાધનપુરનું દિવાનપદ આપવામાં આવ્યું હતું. સં. ૧૯૪૬ માં તેમને રાવસાહેબને ખીતાબ મળ્યો હતો. આ બધા વખતમાં વૈષ્ણવ ધર્મના ગ્રંથોનો અભ્યાસ અને તેમાંના કેટલાકને અનુવાદ તે ર્યા કરતા. તેમણે “આનંદ” નામનું એક માસિક પત્ર બહાર પાડવા માંડેલું જે સાત વર્ષ ચાલ્યા પછી બંધ પડયું હતું. સં. ૧૯૫૭ માં તેમણે નિવૃત્તિપરાયણ જીવન ગાળવાની શઆત કરી અને જુદાં જુદાં તીર્થસ્થાનમાં વસી સત્સંગ તથા પ્રભુચિંતનમાં જ બધે સમય ગાળવા માંડ્યો. સં. ૧૯૭૩માં મુંબઈમાં ચાખડી પરથી પગ લપસી જવાથી તેમની પાંસળી તૂટી ગઈ હતી તેથી તે ગુજરાતમાં પાછા ફયા. એ જ વર્ષમાં આષાઢ સુદ ૩ ને દિવસે મહેસાણામાં તે મૃત્યુ પામ્યા..