Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર–ચરિતાવલિ -વિદેહ ગ્રંથકારી
કરીને એ પદવી મેળવી હતી. સંગીતમાં પણ તે સરસ નાતા હેાવા ઉપરાંત મૃદંગ મજાવવામાં કુશળ હતા. ૧૮૮૭માં ભારત ધર્મમહામંડળમાં વૈદિક ધર્મ ઉપર સંસ્કૃતમાં અપાયલા એમના વ્યાખ્યાને અમેટા મેટા પંડિતાને પણ મુગ્ધ કર્યાં હતા, અને ‘ભારતમાતા’નું પદ્મ તેમને આપવામાં આવ્યું હતું. તેમની કૃતિએની નામાવલિઃ-સુભાષિતલહરી (ગુજરાતી), યમુનાલહરી (સં), ઋકિમણીય પૂ (સં.), વેદાન્ત ચિંતામણિ (સં.), કંસવધ (સં.), કૃષ્ણભિસાર કાવ્ય (સં.).
પંડિતજી મળતાવડા, શાંત, નિરભિમાની તથા સાદા હતા. તેમની પહેલી સ્ત્રીનું નામ પાર્વતી હતું. તેના મૃત્યુ પછી તેમણે ઋકમાવતી નામની એક સતી–સાધ્વી કન્યા સાથે લગ્ન કરેલું. ઇ. સ. ૧૯૯૮માં તે ભાવનગર ગએલા તે વખતે તેમને પાંચ-સાત માસની એક પુત્રી હતી અને તેમનાં પત્ની બિમાર હતાં. તે વખતે પંડિતજીની પ્રકૃતિ એકાએક બિમાર થઈ આવી અને તે હિરનામ જપતાં મૃત્યુ પામ્યા. તેમનાં પત્ની તે જ ક્ષણથી મૌન ધારણ કરીને ખીજે દિવસે સૂર્યોસ્તકાળે મૃત્યુ પામ્યાં હતાં.
ગણપતરામ અનુપરામ ત્રવાડી
સ્વ. ગણપતરામ અનુપરામ ત્રવાડીનેા જન્મ તેમના વતન આમેાદમાં સં. ૧૯૦૫ના કાર્તિક વદ ૬ ( તા. ૧૬-૧૧-૪૮ )ના રાજ થયા હતા. તેમના પિતાનું નામ અનુપરામ હિરરામ ત્રવાડી અને માતાનું નામ ગલાલમા હતું. તેઓ ન્યાતે અમદાવાદી ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિન હતા. તેમના પિતામહ હિરરામ ત્રવાડી મેાદના ઢાકારના કારભારી હતા અને પિતા પણ ઠાકાર ગુલાબસિંહજીના કારભારી હતા. પાછળથી તેમણે સુરતમાં વસવાટ કરે«ા. ગણપતરામ ત્રવાડીનાં પ્રથમ પત્ની ઋકિમણી મીયંગામ નજીક આવેલા એક ગામડાનાં હતાં. પહેલું લગ્ન સં. ૧૯૨૫માં અને ખીજાં લગ્ન સં. ૧૯૪૬માં થએલું. તેમને કાંઈ સંતાન નહેાતાં.
તેમણે પ્રાથમિક કેળવણી આમેાદમાં તથા સુરતમાં અને માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી. સને ૧૮૬૫માં તેમણે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી. તેમના અભ્યાસ તેજસ્વી હતા. કોલેજમાં જઇને ઊંચી કેળવણી લેવાના એમને અત્યંત ઉમંગ હતા; તે માટે તેમણે કેટલાક તરફ્ન ડાટ પણ કરેàા, પરન્તુ અનુકૂળ સંયાગને અભાવે તે કૅલેજમાં જઈ શક્યા નહિ.