Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર–ચરિતાવલિ - વિદેહ ગ્રંથકારશ
અભ્યાસ છેાડ્યા પછી તેમણે મુંબઈમાં ગેાકળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નાકરી લીધી હતી. ત્યારપછી તેમને સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઇએ પેાતાના મુદ્રણાલયમાં શાસ્ત્રી તરીકે અને પ્રક્ સંશાધનકાર તરીકે રાખ્યા હતા. અહીં તેમને કાર્યને અંગે ધાર્મિક ગ્રંથાના અભ્યાસ તથા સંશાધન માટેની સારી તક મળી હતી.
સંસ્કૃતમાંથી તેમણે અનેક ગ્રંથા અનુવાદિત કર્યાં હતા. અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદનું ભાષાંતર તેમણે પૂરું કર્યું હતું અને ઋગ્વેદનું ભાષાંતર અધૂરું રહ્યું હતું. તે વેદાંતી ઉપરાંત કર્મકાંડી અને શાસ્ત્રી પણ હતા. સાદું જીવન તથા ઉચ્ચ વિચારા તેમણે જીવનમાં ઉતાર્યાં હતાં.
તેમણે લખેલાં અને પ્રસિદ્ધ થયેલાં પુસ્તકામાંનાં મુખ્ય નીચે મુજબ છેઃ ‘‘બ્રહ્મસૂત્ર-શાંકર ભાષ્ય”, “આત્મપુરાણ”, “એકાદશાપનિષદ્', “તત્ત્વાનુસંધાન”, “પતિવ્રતા સ્ત્રીઓ”, “વિવાહકૌમુદી”, “મહાશિવપુરાણ”, “વિચારસાગર”, “કૂટસ્થાદેશ”, “સપ્તશતી”, “આદિત્યહૃદય”, ઈત્યાદિ. તેમનાં પુસ્તકા મુખ્યત્વે સંસ્કૃત આદિમાંથી કરવામાં આવેલાં ભાષાંતરરૂપ છે.
તા. ૨૭–૮–૪૨ ના રાજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું, તેમના એકના એક પુત્ર શ્રી. ચુનીલાલ તથા તેમના પરિવાર વિદ્યમાન છે.
જગજીવન કાલિદાસ પાઠક
સ્વ॰ જગજીવન કાલિદાસ પાઠકના જન્મ તેમના વતન ભેાળાદમાં સં. ૧૯૨૮ (ઈ. સ. ૧૮૭ર) ના વૈશાખ સુદ ૫ ના રાજ થએલેા. તેમના પિતાનું નામ કાલિદાસ રાધવજી પાઠક અને માતાનું નામ ગાદાવરીબાઈ. ન્યાતે તે પ્રશ્નોરા બ્રાહ્મણ હતા.
તેમણે ભેાળાદમાં પ્રાથમિક કેળવણી ગુજરાતી સાત ધારણ સુધી લીધી હતી. ત્યારપછી રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કરી તે સીનિયર થયા હતા. તેમને રાજકાટ રાજ્યની સ્ક્રેાલરશિપ મળતી હતી. અભ્યાસ બાદ તેમણે કેળવણીખાતાની નેાકરી લીધી હતી. પહેલાં તે પારબંદરના મહારાણાના ટયૂટર હતા અને પછી મુખ્ય તાલુકાસ્કૂલના હેડમાસ્તર થયા હતા.
હિંદી, બંગાળી સાહિત્ય અને કાઠિયાવાડી ઢોકસાહિત્ય તેમના અભ્યાસના પ્રિય વિષયા હતા. પયગમ્બરાના જીવનમાં તેમને સારી પેઠે રસ હતો તેને પરિણામે તેમણે ‘મુસ્લીમ મહાત્મા' પુસ્તક લખેલું. સંસ્કૃત નાટકોના