Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
-ગ્રંથ અને ગ્રંથકાર પુ૯ મેટ્રિક પાસ કરીને તે સુરતની મિશન હાઈસ્કૂલમાં નોકરીમાં જોડાયા. ત્યાં ૬ માસ નોકરી કરીને સુરતની ગેપીપુરાની બ્રાંચ સ્કૂલમાં, પછી જે. જે. એંગ્લેવર્નાક્યુલર સ્કૂલમાં અને પછી સોરાબજી હાઈસ્કૂલમાં પણ તેમણે શિક્ષકની નોકરી કરી હતી. પછી રાંદેરમાં અને કતારગામમાં તે અંગ્રેજી સ્કૂલમાં હેડમાસ્તર થયા હતા. એ વખતે તેમણે કોલેજમાં અભ્યાસ માટે જવા રાજીનામું પણ આપેલું પણ શ્રી. નંદશંકર તુલજાશંકરની સલાહથી રાજીનામું પાછું ખેંચી લીધું અને અંકલેશ્વરની અંગ્રેજી શાળાના હેડમાસ્તર તરીકે થએલી બદલી સ્વીકારી લીધી. ત્યારપછી તે ખેડાની અને બીજી બેત્રણ શાળાઓમાં બદલાયા હતા અને ૧૮૭૩-૭૪માં સુરતની સર જે. જે. બેરેનેટ પારસી પંચાયત સ્કૂલના હેડમાસ્તર થયા હતા. ત્યાર પછી સને ૧૮૭૬ થી ૧૮૮૩ સુધી તે કાઠિયાવાડના હાલાર પ્રાંતના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે ગયા હતા અને ૧૮૮૩ થી ૧૮૯૦ સુધી સેરઠ પ્રાંતના ડે. એજ્યુ. ઇન્સ. તરીકે તેમણે કામ કર્યું હતું. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી ભાવનગરના તે વખતના યુવરાજ શ્રી. ભાવસિંહજીના ટયુટર તરીકે સંતોષકારક કામ કર્યું હતું અને ૧૮૯૩ થી ૧૮૯૬ સુધી તે પાછા સેરઠના ડે. એજ્યુ. ઇન્સ. તરીકે ગયા હતા. ૧૮૯૬ થી ૧૮૯૯ સુધી તે રાજકોટની મેલ ટ્રેનિંગ કેલેજના પ્રિન્સીપાલ તરીકે નીમાયા હતા જ્યાં પણ તેમની કામગીરીની ઉપરી અધિકારીઓએ પ્રશંસા કરી હતી. ૧૮૯૯માં તે જાનાગઢ રાજ્યના કેળવણી ખાતાના ઉપરી અધિકારી તરીકે રૂા. ૨૫ના પગારથી ગયા હતા અને ત્યાં બે વર્ષ નેકરી કર્યા બાદ ૧૯૦૧માં ૫૩ વર્ષની વયે એકંદર ૩૬ વર્ષની નોકરી કરીને નિવૃત્ત થઈ સુરત આવ્યા હતા. બે વર્ષની ચડતા પગારની રજા બાદ ૧૯૦૩ થી તે પેનશન પર ઊતર્યા હતા.
બીલખાવાળા શ્રી. નથુરામ શર્માને તેમણે ગુસ્પદે સ્થાપ્યા હતા અને તેમના ઉપદેશ તથા ગ્રન્થની શ્રી. ગણપતરામ ઉપર વિશિષ્ટ અસર હતી. આદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ પ્રતિ તેમનો ખૂબ સેવાભાવ હતા. સં. ૧૯૬૯માં તેમણે ભા. ઓ. બ્રહ્મસમાજનું દશમું સંમેલન સુરતમાં પિતાને ખર્ચ નેતળે હતું. તેમણે આશરે ૫૦ હજારની સખાવત કરી હતી, જેમાંને એક સારે ભાગ જ્ઞાતિસેવા નિમિત્તે હતે. સુરતની સંસ્કૃત પાઠશાળાને, ઔદીચ્ય બ્રહ્મસમાજને, જ્ઞાતિના વિદ્યાર્થીઓને સ્કેલરશીપ આપવાને, ન્યાતના ઓચ્છવ માટે, એમ નાની મોટી રકમો તેમણે જ્ઞાતિસેવા માટે આપી હતી. તે ઉપરાંત સુરતની મ્યુ. કન્યાશાળા માટે મકાન, ક્રી લાયબ્રેરી માટેનું મકાન તથા નિભાવની રકમ, સુરત કેલેજને લેકચર હેલ, અને જાહેર