Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિરહ ગ્રંથકારે
કેખુશરો નવરોજજી કાબરાજી સ્વ. કેખુશરે કાબરાજીને જન્મ તા. ૨૧-૮-૧૮૪રના રોજ મુંબઈમાં થયો હતો. તેમના બાપદાદા અસલ સુરતના વતની હતા. તેમના પિતાનું નામ નવરોજજી અને માતાનું નામ મેહેરબાઈ હતું. તેઓ કામે પારસી હતા.
અગીઆર વર્ષની વયે ગુજરાતી અભ્યાસ પૂરે કરીને તેમણે અંગ્રેજી અભ્યાસ શરુ કરેલો, પરંતુ સોળમે વર્ષે તેમણે અંગ્રેજી અભ્યાસ છોડી દિધેલો. તેમના પિતાની જીંદગી છાપખાનાના કામમાં ગએલી, જે ધંધાને વારસો તેમને મળ્યો હતે. જુવાનીમાં તે “પારસી મિત્ર” ના તંત્રી થએલા. પાછળથી તેમણે ૧૮૫૯ થી મેટાં પત્રોમાં મદદનીશ તંત્રી તરીકે કામ કરવા માંડેલું. સને ૧૮૬૨-૬૩ માં સ્વ. સોરાબજી બંગાળીના પરિચયથી તે “રાસ્ત ગોફતાર' સાથે જોડાયા અને સ્વ. કરસનદાસ મૂળજીના સહવાસમાં આવ્યા. તેમની ભલામણથી તે “રાસ્ત ગેફતાર”ના મદદનીશ તંત્રી રૂ. ૫૦ ના પગારથી થએલા. કરસનદાસ મૂળજી ઈગ્લાંડ ગયા, ત્યારે એ પત્રના મુખ્ય મંત્રી તે બનેલા. “રાસ્ત ગોફતાર” માંના તેમના લેખોથી એ પત્રને સારી પ્રતિષ્ઠા મળી હતી. ખાસ કરીને તેમના લેખે પારસી કુટુંબમાં હોંશભેર વંચાતા. - સ્વ. કેખુશરેએ પિતે ઉંચી કેળવણી લીધી નહોતી પણ કેળવણીના તે ચુસ્ત હિમાયતી હતા. અંગબળની કેળવણીને ઉત્તેજન આપવાને તેમણે “સર દિનશાહ પિટિટ જિમ્નેસ્ટિક ઈન્સ્ટીટયુશન”ના ઉપરી તરીકેનું કામ માથે લીધું હતું. મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનના તે સભ્ય હતા. સને ૧૯૦૦ માં તેમને ઈંગ્લાંડમાં બ્રિટિશ ઇન્સ્ટીટયુટ ઓફ જર્નલિસ”ના સભાસદ થવાનું માન મળેલું. ૧૮૮૬ માં તેમને ઈરાનના શાહે એક ચાંદ એનાયત કર્યો હતો. સંસારસુધારાનાં કામમાં તે અગ્રેસર ભાગ લેતા. - સ્વ. કેખુશરો એક સારા નવલકથાકાર અને નાટ્યલેખક પણ હતા. અંગ્રેજીમાંથી હિંદુ અને પારસી સંસાર ઉપર ઉતારેલી તેમની કેટલીક નવલકથાઓ તે કાળે સારી પેઠે લોકપ્રિય નીવડી હતી. તેમણે લખેલાં નાટકમાંનાં
ડાં “શાહનામા” ઉપરથી લખાયેલાં તે પણ લોકપ્રિય નીવડ્યાં હતાં. પરદેશી પુસ્તકેમાંથી અનુકરણરૂપે લખાતાં પુસ્તકોમાં પણ તેમની સજાવટ અને મિલાવટ એવી હતી કે તેમાં પરદેશીપણાની ગંધ ભાગ્યે જ આવે. તેમનું એક નાટક “નંદબત્રીસી” તેમણે પિતાના મિત્ર સ્વ. રણછોડભાઈ ઉદયરામને અર્પણ કર્યું હતું