Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
to
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
તેમની કૃતિઓની યાદી નીચે મુજબ છેઃ
નવલકથાઓ—ચાલીસ હજારના ચાનજી, દુખીયારી ખચ્ચુ, ગુલી ગરીબ, મીઠી મીઠી, ભાલા દેાલે, ભીખા ભરભરિયેા.
નાટકા—જમશેદ, નિંદાખાનું, ભેાલી જાન, વિનાશકાળે વિપરીત બુદ્ધિ, મેજન અને મનીજેહ, નંદબત્રીસી.
tr
સ્ત્રીઓ માટેનું પહેલુંજ પત્ર સ્ત્રીમેાધ ’” તેમણે સ્થાપ્યું હતું, જે ૨૫-૪-૧૯૦૪ ને રાજ તેમનું અવસાન થયા પછી તેમનાં પુત્રી શીરીનખાઈ કામરાજી ચલાવતાં હતાં. ઘેાડા સમય પહેલાં તેમનું પણ અવસાન થયું છે.
કેશવજી વિશ્વનાથ ત્રિવેદી
સ્વ. કેશવજી વિશ્વનાથ ત્રિવેદીને જન્મ સં. ૧૯૧૫ના વૈશાખ સુદ્દ ૪ ને રાજ પ્રેાળ (કાઠિયાવાડ)માં થયા હતા. તેમના પિતાનું નામ વિશ્વનાથ જૂઠ્ઠાભાઈ ત્રિવેદી અને માતાનું નામ માનકુંવર હતું. ન્યાતે તે શ્રીમાળ બ્રાહ્મણ હતા. સ્વ. વૈદ્યરાજ જટાશંકર લીલાધરના તે માસીઆઇ ભાઇ હતા. સાત વર્ષની ઉંમરે ધ્રોળની ગામઠી શાળામાં તેમણે અભ્યાસ શરુ કરેલા અને સંવત ૧૯૨૪માં સરકારી શાળા ઊધડતાં તેમાં દાખલ થઈને ગુજરાતી ચાર ધારણના અભ્યાસ કર્યાં, પરન્તુ કુટુંબના નિર્વાહના જેમના પર આધાર હતા તે તેમના પિતાના કાકાનું અવસાન થતાં તેમના પર એ ખેાજો આવી પડયો અને અભ્યાસ છેડવા પડ્યો. એક સૈાનીને ત્યાં ટ્રેક પગારે નાકરી શરુ કરી. ચાર વર્ષ વીતી ગયાં પણ ભણ્યા વિના આગળ વધી શકાશે નહિ એવા અનુભવ થતાં તેમણે ફરીથી નિશાળે એસી ભણવા માંડયુ, અને અંગ્રેજી એ ધેારણ સુધી અભ્યાસ કર્યાં. રૂ. ૫ ના પગારથી તેમને આસિ. શિક્ષકની નાકરી મળી, પછી સરપદડ મહાલમાં મુખ્ય શિક્ષક થયા. ટ્રેઈન્ડ શિક્ષક થવાની સલાહ મળતાં તેમણે તે માટેની પ્રાવેશિક પરીક્ષાના અભ્યાસ શરુ કર્યાં અને ઇ. સ. ૧૮૭૮માં તે પરીક્ષા પાસ કરીને રાજકાટની ટ્રેનિંગ કૉલેજમાં પ્રવેશ મેળવ્યેા. તે વખતે કૅલેજના પ્રિન્સીપાલ સ્વ. નવલરામ લક્ષ્મીરામ હતા. ૧૮૮૦માં ટ્રેઈન્ડ શિક્ષક થઈને તે કાઠિયાવાડ પ્રાંતના સરકારી કેળવણી ખાતાની નાકરીમાં જોડાયા. સને ૧૮૯૨માં એ નાકરી છેાડી ત્યારથી તેમણે ગ્રંથલેખનનું જ કાર્ય કર્યું હતું અને એ જ તેમના નિર્વાહ માટેના મુખ્ય વ્યવસાય હતા.