Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
6
'
વિકૃત સ્વરૂપે પણ તેના તે શબ્દો રૂઢ થઈ ગયેલા હોય તેના પણ સ્વીકાર કરવા. અને ઉદાહરણાથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અને તેથીજ સ્પષ્ટ થાય છે કે શિષ્ટ ખેાલીમાં ન સ્વોકારાયેલાં સુખ ' ' સખ ' ‘દુઃખ’નું ‘ખ’, વગેરે રૂપાને અસ્વીકાર કરવાના છે. પણ આ વસ્તુ, લખનારની શકિત અને શૈલી ઉપર આધાર રાખે છે. પ્રયાગમાં ફાં કર્યું રૂપ: તત્સમ કે તદ્ભવ સ્વીકારવું તે લખનારની મુનસ×ીના વિષય છે. બાકી રહે છે ૧ અને ૩-૪ એ નિયમો, આ નિયમેાની સમઝૂતી વધુ જરૂરની છે. નિયમેાથી કેટલીક વસ્તુ સ ંદિગ્ધ રહે છે.
""
એમ તો ૧ લેા નિયમ ચેાખવટ કરી આપે છે કે “ સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. અને ખરેખર મોટા ભાગના રવરાંત શબ્દોમાં આવી કૈાઈ ખાસ મુશ્કેલી નથી; (ખાસ કરીને હસ્તદીધઈ અંતે હાય તેવા શબ્દોના જ પ્રશ્ન જરા વિકટ છે; પણ તેનું નિરાકરણ શબ્દાશ આપી દે છે. એમાંથી સંસ્કૃતમાં જે રૂઢ હેાય તે “જી” સ્વીકારી વી. જોડણીકાશમાં “ શતાબ્દી” જેવા શબ્દ હસ્વ ' થી છપાયા છે, તેવી ભૂલા સુધારી લેવી. ) પણ સંસ્કૃતમાં જે વ્યંજનાંત શબ્દો છે અને સ્વરાંતમાં પશુ તેનું વિભકિત રૂપ જુદું થાય છે તેવા શબ્દોના વિષયમાં ચાખવટ જરૂરી બને છે. ૩ જા નિયમમાં વ્યંજનાંત વિશે કાંઈક ચેાખવટ કરવામાં પણ આવી છે; પણ તે કાંઈક અપૂર્ણ છે. ખરી સ્થિતિ એ છે કે સંસ્કૃત શબ્દાની પ્રથમા વિભક્તિનાં એકવચનનાં રૂપા, વિભક્તિના પ્રત્યય જો કાંઈ તેમાં હાય તા તેના લેપ થયા હોય તેવા સ્વરૂપમાં સ્વીકારવાનાં છે. સંસ્કૃત હૈં, મન, ધન, વિઘ્ન, વસ્, વત, મ, અને સ છેડાવાળા શબ્દોનાં પ્રથમા વિભકિતના એકવચનમાં નેતા, કર્તા, માતા, પિતા, આત્મા, બ્રહ્મા, નામ, વિદ્યાર્થી, હસ્તી, યશસ્વી, મનસ્વી, વિદુષી, ભગવતી, શ્રીમતી, અને સના લાપે ચંદ્રમા, યશ, મન, એવાં સ્વરાંત રૂપે વપરાય છે તે આપણે તત્સમ તરીકે સ્વીકારવાનાં છે, વ્યંજનાંત બનતાં વિદ્વાન, ભગવાન, શ્રીમાન અને બાકીના વ્યંજનાંત ખીજા બધા શબ્દા—મરુત, જગત્, વાક્, પરિષદ્, સ`સ, ધનુન્, શિપ્, આયુષુ, અકસ્માત્, એ બધા શબ્દો એકલા વપરાય ત્યારે અંત્ય વ્યંજનમાં અ' ઉમેરી જોડણી કરવાની છે; મરુત, જગત, વાક, પરિષદ, સ`સદ, ધનુષ, આશિષ, આયુષ, અકસ્માત એ રીતે, આયુષ ” ઉપરાંત, ‘આયુ અને “ વપુષ”ને બદલે તા “વપુ” સ્વીકાય થયા છે, તે લક્ષ્યમાં રાખવું. -
"