Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણું એવી માન્યતાથી આ શબ્દોમાં આદિ કૃતિમાં ઈ–ઉ દીર્થ માત્ર વ્યવહારપૂરતા જ સ્વીકારાયા છે. એ જ રીતે અપવાદ ૧માં સાધિત નામ અને વિશેષણમાં જોડણું ન ફેરવવાનું વિધાન કરવામાં આવ્યું છે.'
અપવાદમાં આપેલાં ઉદાહરણમાં ઝીણું” ઉપરથી “ઝીણવટ આપવામાં આવ્યું છે, જ્યાં આદિ શ્રુતિને “ઈ' દીર્ધ જ રાખવામાં આવ્યો છે. ઉચ્ચારણમાં શી સ્થિતિ છે તે અહીં બતાવવા પ્રયોજન નથી, કેમકે માત્ર વ્યવહાર જ અહીં લક્ષ્ય છે. અહીં તેથી જ પ્રશ્ન ઊભો થાય છે કે “જોડણીકેશ”માં “જનું” ઉપરથી “જુનવટ” અપાયું છે તે વાજબી કે આ? “–વટ” પ્રત્યય બેયમાં જુદો તો નથી જ. “ઝીણું વટ” અને “જનું વટ” તે આપણને જુદાં રૂપ આપી શકે ખરાં? એટલે મને લાગે છે કે
૧. અહીં પણ સ્વાભાવિક ઉચ્ચારણ એટલે કે સ્વરભારના સિદ્ધ તત્ત્વને ઉથામવામાં આવ્યું છે. આપેલાં ઉદાહરણમાં કયાંય પણ “ઈ-કમાં દીર્ઘ ઉચ્ચારણું રહ્યું નથી. વસ્તુસ્થિતિએ ૧૪મા નિયમમાં આ અપવાદ નો પણ સ્વાભાવિક સમાવેશ છે, અને સ્વરભાર પૂર્વની શ્રુતિમાં તે “ઈ–ઉ” આવી જતા હોવાથી સ્વાભાવિક રીતે જ હ્રસ્વ સ્વરૂપમાં જ એ ઉચ્ચરિત છે. અહીં એ પણું લક્ષ્યમાં લેવા જેવું છે કે બે કૃતિવાળા શબ્દમાં, અગાઉ બતાવ્યું તેમ, સ્વરભાર છેડે હોય તો ઉપાંત્ય “ઈ–ઉ” હસ્વ ઉચ્ચરિત થાય છે, તેના ઉપરથી પાછા ઘડાતાં તે હુસ્વના હૃસ્વ જ રહે છે. ત્રણ કૃતિવાળા શબ્દમાં તો, ચાર શ્રુતિવાળા શબ્દોની જેમ જ દ્વિતીય શ્રતિ ઉપર સ્વરભાર હોય કે પ્રથમ કૃતિના તે ઈઉપર સ્વરભાર હોય, એ દીર્ઘ ઉચ્ચારી શકાતા નથી. તેથી પણ આ સાધિત સ્વરૂપમાં ઈ–ઉ ની હસ્વતા જ રહે છે.
ખરી રીતે સ્વરભારને કારણે પૂર્વને ઈ–ઉ જ માત્ર નહિ, ગમે તે સ્વર આવ્યા હોય તે હસ્વ થઈ જાય છે. જેમકે ચારવું-ચરાવવું, મારવું-મરાવવું, પાડવું -પડાવવું, દેખવું-ખાડવું, પેસવું-પેસાડવું, બેસવું-સાડવું, બેલિવું લાવવું,
દવું-ખોદાવવું, પ્રેરકને બાજુએ મૂક્તાં કર્મણિરૂપમાં પામવું-પમાવું, વાળવુંવળાવું, ચારવું–ચરાવું; એ પ્રમાણે વિશેષણો વગેરે ઉપરથી. સાધિત શબ્દ રહું –રતાશ, ખાટું-ખટાશ, વગેરે પણ લક્ષ્યમાં લેવા જેવા છે. (“ કાળાશ” જેવા કઈક જ અપવાદ ગમે તે કારણે રહી ગયા છે.)
આમાં સ્વરભારનું તત્વ કેટલું પ્રબળ છે તે સમઝાય છે. હિંદીમાં તેaહિલાના, વોટ્સ-પુત્રાના, વે-વિટાના, દ્ર-વીના એવાં સ્પષ્ટ ઉદાહરણ છે. આપણે ત્યાં હસ્વ “એ ” હોવાને કારણે “એ-એ' રહ્યા છે, પણ તે હસ્વ જ, આ તદન ઉચ્ચારણુશાસ્ત્રને વિષય છે. સરખા વળી “ઘોડાર” જેવા શબ્દ, જ્યાં “એ” હ્રસ્વ છે.--